________________
આંતરિક સમસ્યાઓ
આપણી વૃત્તિઓ નિમિત્તની સાથે વ્યક્ત થાય છે. ક્ષેત્ર, કાળ અને પરિસ્થિતિ નિમિત્ત છે. આપણે સૂક્ષ્મતાથી અવલોકન કરીએ તો એક પ્રકારની વૃત્તિઓ પ્રાતઃકાળે નથી જાગતીસાંજે જ જાગે છે. જે વૃત્તિઓ રાત્રે જાગશે તે દિવસે નથી જાગતી આમ દરેક વૃત્તિના જાગરણનો પોત-પોતાનો સમય હોય છે. તેના આધારે જ જૈવિક ઘડીના સિદ્ધાંત નક્કી કરવામાં આવ્યા નક્કી થયા, અને એ આધારે નક્કી કરાયું કે, કયું કામ કયારે કરવું જોઈએ. આ કાળનું નિમિત્ત છે. આંતરિક શુદ્ધીકરણનો પણ એક નિશ્ચિત સમય છે. મેલાટોનિનના સ્ત્રાવનો સમય, મનની ચંચળતાને ઓછી કરવાનો સહુથી શ્રેષ્ઠ સમય છે. જ્યારે પીનિયલ ગ્રંથિ કામ કરતી હોય તે સમયે આંતરિક શુદ્ધીકરણનો સૌથી ઉત્તમ સમય હોય છે. મેલાટોનિન બહારની ક્રિયાઓને નિષ્ક્રિય કરી આંતરિક ક્રિયાઓને ઉદ્દીપ્ત-જાગૃત કરે છે. વિચાર, મન ભાવ અને વૃત્તિઓ- આ બધું જ હિંસાને ભડકાવે છે. આ બધી આંતરિક સમસ્યાઓ પર આપણે બહુ ઓછું ધ્યાન આપ્યું છે. કેવળ સામાજિક અને રાજનીતિનાં ક્ષેત્રોમાં જ નહીં, પણ ધર્મના ક્ષેત્રે પણ લોકો બહારની ક્રિયાઓમાં જ અટવાઈ ગયેલા છે, આંતરિક શુદ્ધીકરણ પર ભાર ઓછો મૂકે છે. આ બંને પર આપણે પૂરતું ધ્યાન આપીશું તો અહિંસાની વાત વ્યાપક બનશે.
શિક્ષણ સાથે જોડવામાં આવે અહિંસાનું પ્રશિક્ષણ
અહિંસાના ક્ષેત્રમાં અનેક પ્રયોગ ચાલી રહ્યા છે, પરંતુ આપણી દષ્ટિએ તે વ્યાવહારિક નથી. તે માત્ર અહિંસાની વ્યાવહારિક પ્રયોગશાળાઓ જ છે. એક હોય છે ઉપાય અને એક હોય છે પ્રયોગશાળા. સહુથી પ્રથમ પ્રયોગશાળા છે : માનવીનો પોતાનો પરિવાર. માનવીનું પારિવારિક જીવન કેવું છે ? પારિવારિક જીવનમાં જો અહિંસા હશે, તો એક ભૂમિકા તેની સફળ થઈ ગઈ. બીજી પ્રયોગશાળા છે : સમાજ. અહિંસાના પ્રશિક્ષણના જે ઉપાય છે, તેનાથી ચિત્તનું શોધન થાય છે. પ્રયોગશાળામાં પ્રશિક્ષણ પણ અપાય અને આંતરિક શોધન પણ ચાલે.આ બધું એકત્ર થઈને, એક સમન્વિત કાર્યક્રમ ઘડાય, તો અહિંસાના પ્રશિક્ષણને એક વ્યાપક દિશા મળી રહે, અને આ ક્રમને આગળ વધારી શકાય. આના માટે આધારભૂમિ છે ? શિક્ષણ. જ્યાં સુધી શિક્ષણ સાથે અહિંસાના શિક્ષણની વાત નહિ જોડાય, ત્યાં સુધી આનું વ્યાપક સ્વરૂપ આપણને નહિ મળે.
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org