________________
અહિંસાના પ્રશિક્ષણની આધારભૂમિ
શું અહિંસાનું પ્રશિક્ષણ શક્ય છે ? આ પ્રશ્ન અસ્વાભાવિક નથી, અપ્રાસંગિક પણ નથી. અહિંસા પરિણામ છે, છે. પ્રવૃત્તિનું પ્રશિક્ષણ હોય, પરિણામનું પ્રશિક્ષણ ન હોય. આ તર્ક હિંસા માટે પણ સંભવી શકે. એમાં સચ્ચાઈ છે. હિંસા પણ એક પરિણામ છે. પ્રવૃત્તિને અટકાવી શકાય છે, એકમાંથી બીજી પ્રવૃત્તિનું રૂપાંતરણ પણ કરી શકાય છે. પરંતુ પરિણામને ન અટકાવી શકાય છે, ન તેનું રૂપાંતરણ કરી શકાય છે, પરિણામ પરિણામ છે.
હિંસાઃ ઉદ્ભવસ્ત્રોત
મનુષ્યમાં એક મૌલિક મનોવૃત્તિ રહેલી છે, તે છે અધિકારની ભાવના, પરિગ્રહ-સંગ્રહની મનોવૃત્તિ. આ છે હિંસાનો ઉદ્ભવ સ્ત્રોત. મૂળ પરિગ્રહની મનોવૃત્તિનું રૂપાંતરણ જ અહિંસાની નિપજ છે. અપરિગ્રહની -નિઃસંગ્રહની ચેતનાને જગાડવાનો ક્રમ એટલે જ અહિંસાનું પ્રશિક્ષણ અને, અહિંસાના પ્રશિક્ષણનો અર્થ છે, અપરિગ્રહની ચેતનાને જગાડવાનો પ્રયત્ન.
પરિગ્રહ અને હિંસા
વ્યક્તિગત સ્વામિત્વ, સામૂહિક સ્વામિત્વ, રાજ્યનું સ્વામિત્વ અને સહકારિતા, કેન્દ્રિત અર્થવ્યવસ્થા અને વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા : આ બધા શબ્દોની વ્યાખ્યા કર્યા વગર, તેમના અર્થ જાણ્યા વગર, આપણે અહિંસાના પ્રશિક્ષણની વાત ન જ વિચારી શકીએ. વ્યક્તિગત સ્વામિત્વ પ્રત્યે ભારે આકર્ષણ હોય છે, તેથી આર્થિક વિકાસના ક્ષેત્રમાં તે સર્વોત્તમ સાબિત થયેલ છે. સામૂહિક સ્વામિત્વ અને રાજ્યનું સ્વામિત્વ એ બન્ને આર્થિક વિકાસની દોડમાં પાછળ પડી ગયાં છે. અને આ બાબત, આ દશકમાં બનેલ યુરોપ અને એશિયાની ઘટનાઓને આધારે સત્ય સાબિત થાય છે. સહકારિતાની સ્થિતિ પણ આ જ છે. એનું સ્પષ્ટ કારણ છે ? વ્યક્તિગત સ્વામિત્વમાં અધિકારની ભાવના પ્રબળ બને છે. સામૂહિક
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ | ૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org