SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામિત્વ, રાજ્યગત સ્વામિત્વ અને સહકારિતામાં તે દુર્બળ થઈ જાય છે. એનો નિષ્કર્ષ એ છે કે : હિંસા અને પરિગ્રહ બંનેમાં ગઠબંધન છે. જ્યાં અધિકારની ભાવના છે, ત્યાં અર્થ-સંગ્રહ પ્રત્યે વધારે આકર્ષણ હોય છે. જ્યાં અર્થસંગ્રહ પ્રત્યે અધિક આકર્ષણ હોય છે, ત્યાં હિંસા પ્રત્યે અધિક આકર્ષણ હોય છે. અહિંસાનું પ્રશિક્ષણ પ્રથમ બિન્દુ અહિંસાનું પ્રશિક્ષણ ક્યાંથી શરૂ કરવું ? આ પ્રશ્ન નો ઉત્તર ઉપરની સમસ્યાનું સહજ સમાધાન છે.અહિંસાનું પ્રારંભબિન્દુ છે : “અભય”. ભય ન કરો....આમ એક હજાર વખત વાંચનાર-ગોખનાર પણ ભયમુક્ત નથી બની શકતો, જો તેને મૃત્યુનો ડર હશે, શરીર માટે મોહ હશે, ધન-પદાર્થ માટે મૂચ્છ ઘેલછા હશે. ભયનું ઉદ્ગમ સ્થાન- ભય પેદા કરનાર તત્ત્વોઅંદર સમાયેલાં હોય અને બહારથી આપણે અભયના પાઠ ભણીએ, મનન કરીએ, તો લક્ષ્યપ્રાપ્તિ થતી નથી. ભયના આવેગનું શુદ્ધીકરણ શી રીતે કરવું ? ભયના ઉદ્દીપન- પ્રજ્વલનથી કેવી રીતે બચવું ? આ બંનેનો સમ્યફ બોધ -જ્ઞાન અને વ્યવહારમાં પ્રયોગ એ જ અભયના પ્રશિક્ષણનું પ્રથમ બિન્દુ બની શકે છે. અહિંસાનું બીજ અધિકારની ભાવના, સંગ્રહ, ભય આ તમામ એક પરિવારના સભ્યો છે. તેમનાથી મુક્તિ મેળવવી સરળ નથી.એમનું શુદ્ધીકરણ સંભવ છે. આ શુદ્ધીકરણ પ્રક્રિયામાં જ રહેલું છે : અહિંસાનું બીજ. શુદ્ધીકરણનાં સાધનોની શોધ એક જટિલ પ્રશ્ન છે. સળગતા ચૂલા પર પડેલું પાણી ગરમ થઈ જાય છે. તે પાણી નીચે ઉતારીને મૂકતાં ઠંડું પડી જાય છે. આ શુદ્ધીકરણ જ્યોત ઝળહળતી રહે, તે બુઝાય નહિ. આ કાર્ય અસંભવ નથી, ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ સાથે સાથે વિશ્વાસ રાખો કે તે શકય છે. પહેલું સાધન - સૂત્ર હિંસાનો જન્મ થાય છે ભાવનાતંત્રમાં. પછી તે વિચારોમાં પરિણમે છે અને છેલ્લે થાય છે તેનું આચરણ. અહિંસાના પ્રશિક્ષણનું પહેલું સાધન-સૂત્ર છે : ભાવ-વિશુદ્ધિ. વિધાયક-રચનાત્મક- હકારત્મક ભાવ હોય, નિષેધાત્મક-નકારાત્મક- ખંડનાત્મક ભાવ ન હોય એના માટે શરીર અને મનને પ્રશિક્ષિત કરવાં ખૂબ જરૂરી છે. શારીરિક પ્રશિક્ષણનાં સૂત્રો શારીરિક પ્રશિક્ષણનાં સાધન છેઃ આસન અને પ્રાણાયામ. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy