SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેનો વિકાસ થતાં તે પ્રદેશના લોકો શ્રીમંતાઈનું જીવન જીવી રહ્યા છે. અને તેમાં કોઈ જ ધર્મ કે પાપનો ચમત્કાર છે જ નહિ. મૂળ કારણ ગરીબીનું મૂળ ધર્મની અવધારણામાં શોધાવાથી ગરીબીનું સાચું સમાધાન નહીં મળે. તેનું મૂળ કારણ અકર્મણ્યતા, પુરુષાર્થહીનતા, કર્મનું અકૌશલ (અણ આવડત) અને સાધન-સામગ્રીનો અભાવ હોય છે. સમાજ અને નાણાંનો દુર્વ્યય પણ એક કારણ છે. દારૂ, માદક દ્રવ્યોનું સેવન, વિલાસિતાપૂર્ણ સામગ્રીનો વધારે ઉપયોગ, પ્રદર્શન અને આડંબર આ બધાં વ્યસનો અથવા અર્ધવ્યસનો ગરીબીનું પાલન-પોષણ કરનારાં છે. આપણે એ સત્યાંશનો પણ વિરોધ ન કરી શકીએ કે ધર્મની એકાંગીએકતરફી- માન્યતાઓએ પણ કમનિષ્ઠાને દુર્બળ બનાવી છે. કર્મ અથવા પ્રવૃત્તિમાં આસક્તિ ન હોય- આ સિદ્ધાંતનો ઉપયોગ ઓછો થયો છે, કર્મના ત્યાગની વાત ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. જરૂરી એ છે કે ધર્મને અનેકાન્તના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરવામાં આવે, ગરીબીનાં કારણોની વિચારણા પણ સાપેક્ષ દષ્ટિથી કરીએ તો આપણી સમસ્યાનું સમાધાન સરળ બને. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy