________________
જોઈએ. સમાજની વ્યવસ્થાનું સંચાલન સમાજ-ધર્મ દ્વારા જ થઈ શકે છે. સમાજ-ધર્મના અભાવમાં વૈયક્તિક ષ્ટિકોણ અને સ્વાર્થને વિકસવાની વધારે તક મળી. સામુદાયિક દૃષ્ટિનો વિકાસ ઓછો થયો અથવા નહીં જેવો થયો. સ્વાર્થ પછી સીધી પરમાર્થની ચર્ચા થયા કરે છે. પરમાર્થનો સંબંધ ધર્મ અથવા મોક્ષ સાથે છે. એનાથી સમાજવ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે, પરંતુ તેનાથી સંચાલન નથી થઈ શકતું. સ્વાર્થ-ચેતના અને ૫૨માર્થ -ચેતના બંનેનો સંતુલિત વિકાસ થાત, તો આકાશને આંબનારી અમીરી અને ગરીબીની રેખા નીચે જીવવા વિવશ કરનારી ગરીબી ક્યારેય ન હોત.
દૃષ્ટિકોણનો વિપર્યય (અવળો અર્થ)
ગ્રણાધિપતિ તુલસીએ ઘણાં વર્ષ પહેલાં કહેલું, વ્યક્તિએ જ્યાં સમાજવાદી થવાનું છે ત્યાં તે વ્યક્તિવાદી બની છે અને જ્યાં વ્યક્તિવાદી થવાનું છે ત્યાં સમાજવાદી બની છે. આર્થિક સમ્પદાના ક્ષેત્રે દૃષ્ટિકોણ સમાજવાદી હોવો જોઈએ, ત્યાં તે સંપૂર્ણ વ્યક્તિવાદી છે. તે કહે છે “મને ધન મળ્યું છે તે મારા પુણ્યનું છે. કોઈ ગરીબી ભોગવે છે તે તેના પાપનું ફળ છે. પૂરેપૂરો વ્યક્તિવાદી દ્રષ્ટિકોણ. વ્યવસાયમાં અનૈતિક આચરણ કરો. જવાબ મળે છે, બધા કરે છે પછી હું એકલો કેવી રીતે બચી શકું ? પૂરેપૂરો સમાજવાદી અથવા સમૂહવાદી દ્રષ્ટિકોણ. આવા ભ્રાન્ત દૃષ્ટિકોણનો વિકાસ, ધર્મ અને સમાજ- બંનેની ભૂમિકાના તફાવતને ન સમજી શકવાના કારણે છે.
ન
અમીરીનો સ્રોત
ધર્મે વ્યક્તિવાદી દ્રષ્ટિકોણ સાધના માટે આપ્યો અને નિવૃત્તિનું સૂત્ર પણ બૂરાઈઓથી બચવા માટે આપ્યું. સમાજની ભૂમિકામાં વ્યક્તિવાદી દૃષ્ટિકોણ અને નિવૃત્તિવાદ સાપેક્ષ હોઈ શકે છે, નિરપેક્ષ નહીં. ધર્મની ભૂમિકાનાં સૂત્રોનો મનમાન્યો ઉપયોગ સમાજમાં સમસ્યાનું કારણ બની શકે. ભારતના મધ્યકાલીન સમાજે મોક્ષ-ધર્મનો અવિવેકભર્યો પ્રયોગ કર્યો તેથી ધર્મ અથવા ધર્મના પ્રવર્તકોને ગરીબી માટે જવાબદાર ઠેરવાનો દૃષ્ટિકોણ બની શકે છે. ધન પૌદ્ગલિક અથવા ભૌતિક પદાર્થ છે. ધનના વિકાસનો સ્રોત સાધન-સામગ્રી અથવા ટેક્નિક છે. જ્યાં કીમતી ખનીજો નીકળી, ત્યાંના રહેવાસી સહેજે ધનવાન બની ગયા. મોટા મોટા ઉદ્યોગોએ દેશ/સમાજને વૈભવ-સંપન્ન બનાવી દીધા. ધનના સાધન સ્રોતોનાં વિકાસ કે જ્ઞાન થયેલ નહીં, ત્યાં સુધી ત્યાંના રહેવાસીઓ ગરીબીની દશામાં જીવતા હતા. પરંતુ સાધન-સ્રોતોનો ખ્યાલ આવતાં
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ I ૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org