________________
નથી માનતો, વિકાસ માટે એને જરૂરી માને છે. જો મહત્ત્વાકાંક્ષા અને ક્ષમતાનું સમતોલન જાળવવામાં ન આવે, તો મહત્ત્વાકાંક્ષા મનુષ્યને ખોટા રસ્તે નથી દોરી જતી ? રાજનીતિએ મહત્ત્વાકાંક્ષાના સૂત્રને પકડ્યું છે, પરંતુ ક્ષમતાના સૂત્રને ઉપેક્ષિત કરેલું છે. એટલા માટે રાજનીતિ દેશની મહત્ત્વની સમસ્યાઓના ઉકેલની દિશામાં પ્રસ્થાન નથી કરતી, પરંતુ તેનું પ્રસ્થાન છે સત્તાની ખુરશી તરફ.
રાજનેતાની અર્હતા
એનેક્સી (સંસદની શોધ)માં પ્રવચન કરતાં ગણાધિપતિ તુલસીએ કહ્યું હતું, “આશ્ચર્ય છે, વિધાનસભા અને લોકસભાના સદસ્યો (સભ્યો) માટે અર્હતાની ચારિત્યિક સોટીઓ નક્કી થયેલ નથી. પ્રશાસનના સંદર્ભમાં દરેક વ્યક્તિ માટે શૈક્ષણિક લાયકાતો નક્કી કરેલ છે, પરંતુ સાંસદો માટે તો તે પણ નથી. આવડા મોટા રાષ્ટ્રનું સંચાલન કરનાર વ્યક્તિનું વ્યક્તિત્વ કદાચ ઉદાત્ત ન હોય, તો શું દેશના ઉજ્જવળ ભાવિની કલ્પના થઈ શકે ખરી ? અહિંસામાં વિશ્વાસ-આસ્થા, નાણાં-અર્થનો સંયમ, પોતાના આવેશો-ગુસ્સા ૫૨ નિયંત્રણ, સામાજિક ન્યાય પ્રત્યે હાર્દિક સમર્પણ, સમન્વય અને સાપેક્ષતાનો દૃષ્ટિકોણ, બોદ્ધિક ક્ષમતા, અને માનસિક સંતુલન આ બધાં રાજનેતાના ચારિત્ર્યનાં મુખ્ય તત્ત્વો છે. આને કસોટી બનાવીને કોઈપણ રાજનેતાના ચારિત્ર્યને પારખી શકાય છે. શું આ કસોટીઓમાં અનુત્તીર્ણ વ્યક્તિ લોકતંત્ર માટે વ૨દાન બની શકે ?
આંખો મીંચીને
હું માનવીય દુર્બળતાના મનોવિજ્ઞાનથી અપરિચિત નથી. પ્રત્યેક મનુષ્યમાં આર્થિક લોલુપતા, બદલો લેવાની વૃત્તિ, માનસિક અસંતુલન વગેરે દુર્બળતાઓ સ્વાભાવિક જ હોય છે. એમનું શુદ્ધીકરણ કરવાથી જ ચારિત્ર્ય ઉદાત્ત બની શકે. શું લોકતંત્રના આ સારથિઓએ એમના શુદ્ધીકરણની કોઈ વિધિનો વિકાસ કરેલો છે ? ચાર દાયકાથી, ૪૯ વર્ષથી, લોકતંત્રની પ્રણાલી ચાલી રહી છે. શું સામાન્ય માનવીના મનને લોકતંત્રની દીક્ષાથી દીક્ષિત ક૨વામાં આવ્યું છે ? શું લોકતંત્રના સારથિઓને તે રથ હાંકવાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે ? આવું કશું જ થયેલું નથી. એક નેતાએ પોતાની ગાડીના ડ્રાઈવરને પૂછ્યું, “શું તું આંખો બંધ કરીને ગાડી ચલાવી શકે ?” ડ્રાઈવરે જવાબ આપ્યો, “ના સાહેબ, આંખો બંધ રાખીને ગાડી ન ચલાવાય.” નેતા તરત બોલ્યા, “અમે તો આંખો બંધ રાખીને આખી સરકાર ચલાવીએ છીએ, તો તું કાર ન ચલાવી શકે... ?”
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ D ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org