________________
સમાજ અને સમાનતા
ધર્મને સમજવા માટે જેટલું વ્યક્તિને સમજવું જરૂરી છે, એટલું જ જરૂરી છે સમાજને સમજવું. ધર્મની સાથે કર્મનો સિદ્ધાંત જોડાયેલો છે. કર્મની વ્યાખ્યા વ્યક્તિ અને સમાજ- બંનેના સંદર્ભમાં જ કરી શકાય. જેન કર્મ-વિજ્ઞાન અનુસાર ગોત્ર કર્મ આઠ પ્રકારે ભોગવવાનાં હોય છે -જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શ્રુત, લાભ, ઐશ્વર્ય વગેરે. રૂપ, બળ, શ્રત, તપ આ વ્યક્તિ સાથે સંબંધિત છે. જાતિ, કુળ, લાભ, ઐશ્વર્ય વગેરે સમાજ સાથે સંબંધિત છે. કર્મ-પ્રકૃતિનું વિશ્લેષણ કરીશું તો ખબર પડશે કે કેટલીક કર્મ-પ્રકૃતિઓ સમાજસાપેક્ષ છે. એકેન્દ્રિયથી માંડી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીની જેટલી કર્મ-પ્રવૃત્તિઓનો કોઈ વિશેષ અર્થ નથી હોતો, એકલા માનવીમાં પણ તેમનો વિશેષ અર્થ નથી હોતો, પરંતુ સામાજિક સંદર્ભમાં તે કર્મ-પ્રકૃતિઓ સાર્થક બની રહે છે.
કર્મવિપાક અને સમાજ
આઠ કમોંમાં એક કર્મ છે-મોહકર્મ. મોહકર્મની કેટલીક પ્રવૃતિઓ છે-સમાજસાપેક્ષ. ક્રોધ માટે કોઈ અન્યની જરૂર છે.અહંકાર માટે તો આખો સમાજ જોઈએ. બીજું કોઈ નહિ હોય, તો ક્રોધ પેદા થશે નહિ. સમાજ નહીં હોય, તો અહંકાર ઉત્પન્ન નહીં થાય. કર્મમાં કારણભૂત બને છે સમાજ, કર્મના કારણમાં સમાજ સામગ્રી બને છે. જો સમાજ છે તો અહંકાર છે. સમાજ નથી, તો અહંકાર નથી. કપટ માટે પણ એ જ વાત છે. લોભના વધવાનું કારણ પણ સમાજ છે. એક સ્પર્ધા થાય છે. વ્યક્તિ વિચારે છે, પેલી વ્યક્તિએ ઘણું, ધન કમાઈ લીધું. મેં ઓછું ધન કમાયું છે. તેણે આવડું મોટું મકાન બનાવ્યું છે, હું તેનાથી પણ મોટું મકાન બનાવીશ. અહમૂના વિસ્તારમાં સમાજ નિમિત્ત બને છે. જુગુપ્સા, ધૃણા, વગેરેની અભિવ્યક્તિ સમાજસાપેક્ષ છે. સમાજ જ ન હોય, તો ધૃણાનો પ્રસંગ જ નહીં આવે. કમની આવી અનેક પ્રકૃતિઓ છે, જેને સમજવા માટે સમાજની સ્થિતિને સમજવી જરૂરી છે.
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org