________________
વિકાસની સાથે સાથે.....
સમાજ-વિજ્ઞાનનું જ્ઞાન સામાજિક માનવીને જ નહિ. ધાર્મિક માનવી માટે પણ જરૂરી છે. જો સમાજની સંપૂર્ણ સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે, તો ખ્યાલ આવે કે સમાજમાં કેવી પરિસ્થિતિ છે, તે કેવી રીતે સર્જાય છે, રૂઢિઓ અને ધારણાઓ કેવી રીતે ઉછેર પામે છે. આપણે પ્રાગૈતિહાસિક યુગને લઈએ. તે સમયે સમાજમાં વૃણાનો વિકાસ થયો ન હતો. ધૃણા કેવી રીતે થાય ? એક ઘણો જ નાનો વગ, એક જોર્ડ (યુગલ) ફરતું રહેતું. તેને ના કોઈ કુળ, ન ગામ, ન નગર, ન સમાજ અને ન જાતિ. ના કોઈ મોટપ કે ના કોઈ નાનમ, આવું કંઈ જ ન હતું. અહંકારનો વિપાક ઓછો હતો. ધૃણા કયાંથી જન્મે ? મનુષ્ય-જાતિનો વિકાસ ધીરે ધીરે થયો, સમાજ રચાયો, કેવળ વસ્તુ અને પદાર્થ-જગતુનો વિસ્તાર ન થયો, પણ સાથે સાથે વૃત્તિઓનો પણ વિકાસ થયો. બહુ બધાં કર્મોને ઉદયમાં આવવાનો અવસર પ્રાપ્ત થયો. મોહનીય કર્મને ઉદયમાં આવવાનો અવસર સમાજમાં વધારે મળે છે. જો સમાજ ન હોય તો મોહનીય કર્મનો વિકાસ ક્યાંથી થવાનો ? જો એક માણસ એકલો જ પહાડની ગુફામાં જતો રહે અને ત્યાં જ રહેવા લાગે. તો કયું મોહનીય કર્મ ઉદયમાં આવવાનું ? ત્યાં વસેલો માનવી કોની સાથે સ્પર્ધા કરવાનો ? શેનો લોભ કરવાનો ? કઈ બાબત પર અહંકાર કરવાનો ? કોનાથી ધૃણા કરવાનો ? બહુ બધી પ્રવૃતિઓ શાંત રહેવાની.
આત્મ-કર્તવ
આ પણ આપણું જ આત્મ-કર્તત્વ છે કે આપણે નિમિત્તોને બચાવી લઈએ છીએ, પરિસ્થિતિઓને પલટી પણ દઈએ છીએ. તેમ કર્મના વિકાસમાં મંદીકરણ પણ કરી શકીએ છીએ. વિપાકમાં ઉદયમાં આવનારું કર્મ પ્રદેશોદયમાં આવીને સમાપ્ત થઈ જાય છે. આ આત્મ-કર્તુત્વનું સૂત્ર છે- જે વિકાસ પામનારું છે તે પ્રદેશોદયમાં ભોગવી લેવું. આ કતૃત્વનું સહુથી મોટું પ્રમાણ છે ? કર્મને બદલવાનું સામર્થ્ય. સડકો બદલી શકાય છે, મકાન નવાં બનાવી શકાય છે, પદાર્થની આકૃતિ કે પ્રકૃતિને બદલી શકાય છે પરંતુ કર્મ જેવા સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરવો અને તેને બદલવું કેવડુ મોટું કતૃત્વ છે ! વિપાકોદયનું પ્રદેશોદયીકરણ આત્મ-કર્તુત્વનું સ્વયંભૂ પ્રમાણ છે.
ધૃણા અને અહમ્
ધૃણા અને અહં આ બંને તત્ત્વોએ સમાજમાં સમાનતા પેદા કરી છે. કયાંક જ્ઞાતિજાતિને કારણે અસમાનતા છે, ક્યાંક રંગને કારણે અસમાનતા છે. ભારતમાં જાતિ-જ્ઞાતિના આધારે અસમાનતા ચાલે છે.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org