________________
તે અધ્યાત્મ સ્વરૂપે રહે છે. એ દષ્ટિથી અણુવ્રત આંદોલન આધ્યાત્મિક પણ છે, નૈતિક પણ. અહિંસા, સત્ય વગેરે મહાવ્રત અથવા અણુવ્રત આધ્યાત્મિક મૂલ્યો છે. એમની સાથે જોડાયેલ વ્યવહારના જે નિયમો છે, તે નૈતિક મૂલ્યો છે. અહિંસાના અતિચાર છે, તે નૈતિક મૂલ્યો છે. જેમકે કોઈને સતાવશો નહિ, અંગભંગ કરશો નહિ. આ અહિંસાનું વ્યાવહારિક રૂપ છે. - રાષ્ટ્રનો આત્મા
સત્યનું વ્યાવહારિક સ્વરૂપ છે – કટુ વચન ન ઉચ્ચારવું, જૂઠું ન બોલવું, મીઠું-મરચું ભભરાવીને વધારે પડતી વાત ન કરવી. એનું તાત્પર્ય છે : જે વસ્તુ જેવી છે, તેને તેવી જ કહેવી. “સત્ય” આપણા આત્માનું મૂલ્ય છે, અને વ્યાવહારિક મૂલ્ય પણ છે જ. એ જ રીતે પાંચેય અણુવ્રતોનું આધ્યાત્મિક મૂલ્ય પણ છે, સાથે સાથે વ્યાવહારિક અને સામાજિક મૂલ્ય પણ છે જ. આ પાંચેય મૂલ્યો સમાજને પણ પ્રભાવિત કરે છે. સહિષ્ણુતા સામાજનો મૂલાધાર છે, પરંતુ તે ધર્મનું પણ મૂળ છે. અચૌર્યનું જેટલું આધ્યાત્મિક અને નૈતિક મૂલ્ય છે, એટલું જ સામાજિક મૂલ્ય પણ છે. જો અણુવ્રતને સામાજિક મૂલ્યની સાથે સાથે રાષ્ટ્રીય મૂલ્ય તરીકે પણ સ્થાપિત કરવામાં આવે તો તેને એક નવો જ અભિગમ પ્રાપ્ત થઈ શકે તેમ છે. અણુવ્રત સમાજ અને રાષ્ટ્રનો આત્મા છે, આ સત્યનો અનાદર. તેની ઉપેક્ષા થાય તો સમાજ ક્યારેય સ્વસ્થ રીતે નહિ ચાલી શકે.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org