________________
લોકતંત્ર અને ધર્મનિરપેક્ષતા
| વિચાર-સંપ્રેષણનું સૌથી અધિક શક્તિશાળી અને વ્યાપક માધ્યમ છે : “શબ્દ”. સાચા અર્થમાં પ્રયોજાયેલો શબ્દ ક્રાંતિને જન્મ આપે છે. ખોટા અર્થમાં પ્રયોજાયેલો શબ્દ ભ્રાંતિ પેદા કરે છે. કેટલાક શબ્દોનો પ્રયોગ વ્યાપક સ્તરે ભ્રાંતિ પેદા કરે છે. જેમ કે :
|રાજનીતિના સંદર્ભમાં ધર્મ
| લોકતંત્રના સંદર્ભમાં ધર્મ-નિરપેક્ષ || વિધિના સંદર્ભમાં અલ્પસંખ્યક અને બહુસંખ્યક
હિન્દુ ધર્મ T સર્વધર્મ સમભાવ (1) ધર્મ અને રાજનીતિ
નીતિના ત્રણ વિભાગ પ્રાચીનકાળથી પ્રચલિત છે ? સમાજનીતિ, રાજનીતિ અને ધર્મનીતિ. આધુનિક સંદર્ભમાં ચોથો વિભાગ સંભવી શકે ? અર્થનીતિ. સમાજ, રાજ્ય, ધર્મ અને અર્થ - તમામ પોતાના નય (માગ) ઉપર ચાલે છે અને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડવાનું સામર્થ્ય ધરાવે છે, તેથી તેમને નીતિ કહેવામાં આવેલ છે.
સમાજનીતિનું લક્ષ્ય છે : સંગઠિત શક્તિનો ઉપયોગ અને પારસ્પરિક વિકાસ.
રાજનીતિનું લક્ષ્ય છેઃ પોતાના વિસ્તારમાં રહેનારા નાગરિકો માટે સુરક્ષા, આજીવિકા, શિક્ષણ, દાક્તરી ચિકિત્સાની- વ્યવસ્થા, અપરાધોને અટકાવવા અને હિતોનું રક્ષણ કરવું.
ધર્મનીતિનું લક્ષ્ય છે : પરમાર્થની ચેતનાને જગાડવી, આત્માને પરમાત્મા બનાવવાની દિશામાં પ્રસ્થાન કરાવવું અથવા પરમાત્મા સાથે સંબંધ સ્થાપિત કરવો, જોડવો.
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org