________________
અર્થનીતિનું લક્ષ્ય છે : પ્રત્યેક વ્યક્તિને આવશ્યકતાપૂર્તિ માટે સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવવી.
આ ચારેય નીતિઓનું પરસ્પર ગઠબંધન જરૂર છે, પરંતુ તેઓ એકબીજા દ્વારા સંચાલિત કે શાસિત નથી.
સમાજધર્મ આત્મધર્મ
ભારતીય ચિંતનમાં ત્રિવર્ગ અથવા પુરુષાર્થચતુષ્ટયીની કલ્પના અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ત્રિવર્ગમાં કામ, અર્થ, મોક્ષ આ ત્રણેય પુરુષાર્થ સમ્મત છે. પુરુષાર્થચતુષ્ટયીમાં કામ, અર્થ, ધર્મ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ માન્ય છે. ત્રિવર્ગસમ્મત ધર્મ સમાજધર્મ છે. તેનો અર્થ ન્યાય અને વ્યવસ્થા છે. ત્રિવર્ગમાં મોક્ષ નથી. તેથી તેમાં મોક્ષધર્મ અથવા આત્મધર્મની કલ્પના નથી થઈ શકતી. પુરુષાર્થચતુષ્ટયીમાં ધર્મનો અર્થ બદલાય છે. અહીં મોક્ષ અથવા આત્માથી પરમાત્મા થવાનો સિદ્ધાંત સ્વીકૃત છે, તેથી ધર્મનો અર્થ થઈ જાય છે, પરમાત્મા બનવાની સાધના, પરમતત્ત્વ અથવા પરમ અર્થની સાધના.
શબ્દ એક અર્થ અનેક ધર્મ શબ્દના અર્થ અનેક થાય છે: (૧) પ્રકૃતિનો નિયમ (૭) સામાજિક નિયમ (૨) માન્યતા
(૮) કાનૂન-કાયદો (૩) વિશ્વાસ
(૯) નૈતિક નિયમ (૪) સામાજિક આધાર (૧૦) ચારિત્ર્ય (પ) શિષ્ટાચાર (૧૧) સંપ્રદાય, મત વગેરે (૬) રીતરિવાજ
ધર્મ' શબ્દનો પ્રયોગ અનેક અર્થોમાં થયો છે. તેનો કાળક્રમિક ઇતિહાસ છે. આ અનેક અર્થોએ બ્રાન્તિઓ પણ પેદા કરેલી છે. સમાજવ્યવસ્થા માટે પણ ધર્મનો પ્રયોગ થયેલો છે. સમાજવ્યવસ્થાને વિશુદ્ધ કરનાર ચારિત્ર્ય અને નૈતિક નિયમો પણ ધર્મ છે.
બે વિચારધારાઓ
ધર્મનું મુખ્ય લક્ષ્ય છે ? આત્મોપલબ્ધિ, પરમાત્મપદની પ્રાપ્તિ અથવા મોક્ષ. શું મોક્ષધર્મ દ્વારા સમાજ અને રાજ્યની વ્યવસ્થાનું સંચાલન અથવા શાસન થઈ શકે ? આ પ્રશ્નના ઉત્તરમાં બે વિચારધારાઓ સામે આવે છે ? એક વિચારધારાએ છે કે સમાજ અને
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજD ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org