________________
સંતુલન બગડશે અને તેથી માનવીનું જીવવું ખૂબ કઠિન બની જશે.” એમ સમજાવવામાં આવે, તો સમજવું સરળ છે. બીજાને પ્રદૂષિત કરીને, આપણે કેવી રીતે બચીએ ? આ આતંકને જોનારા હિંસાથી દૂર રહી શકે છે. આજે પ્રતિમાન અને પ્રતીક બંને બદલવાની જરૂર છે, સંદર્ભ એ જ છે. સંયુક્ત-રાષ્ટ્રસંઘે પર્યાવરણવિજ્ઞાન પર ખૂબ ચચઓિનું આયોજન કર્યું તેમાં અહિંસાશાસ્ત્રની જ ચર્ચા હતી.
પર્યાવરણનું પ્રદૂષણ કેમ?
પર્યાવરણ-વિજ્ઞાનનું એક પાસું છે. પર્યાવરણનું સંતુલન. તેનું બીજાં પાસું છે : પર્યાવરણનું પ્રદૂષણ. પર્યાવરણનું પ્રદૂષણ એ હિંસા છે. આપણે એ જાણીએ છીએ કે, પર્યાવરણમાં સંતુલન હશે, તો મનુષ્ય જીવશે, પશુ-પક્ષી જીવશે અને ભૌતિક વાતાવરણ પણ શુદ્ધ રહેશે. જો પર્યાવરણ પ્રદૂષિત થશે, તો ના જીવ-જંતુ જીવી શકશે, ના ભૌતિક વાતાવરણ શુદ્ધ રહી શકશે. આજે વૈજ્ઞાનિકો ચિન્તિત છે- પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે, ભૂમિ, વાયુ, જળ- બધું જ પ્રદૂષિત થઈ રહ્યું છે. એનું કારણ શું છે ? એનું એક કારણ છે : ગરીબી. આજીવિકાની સમસ્યા આનું એક કારણ છે.
માણસ જંગલો કાપે છે, કેમકે તે તેનું આજીવિકાનું સાધન છે. આમ તે લાકડાં કાપે છે આજીવિકા માટે, પરંતુ તેનાથી જંગલો સાફ થઈ રહ્યાં છે. પર્યાવરણ-પ્રદૂષણ વધી રહ્યું છે. શ્રીમંત લોકો પણ પ્રદૂષણ વધારે છે. એ માટે આપણે કાગળનું ઉદાહરણ લઈએ. આજે કાગળનો વપરાશ ખૂબ વધી ગયો છે. તે જ કારણે તેનો ખોટો બગાડ પણ ખૂબ થાય છે. આપણે જોઈએ છીએ કે બે-બે લીટી લખીને કાગળને કોરો વેડફી દેવાય છે. આ એક ફેશન બની ગઈ છે. શ્રી છોગમલજી ચોપડા ખૂબ લખતા, પરંતુ તે કોરું પાનું અક્ષરોથી ભરી દેતા. કાગળનો પૂરતો ઉપયોગ કરતા. આજે તો ઉપયોગ ન કરાતાં ખોટો બગાડ વધી ગયો છે. પરિણામ એ આવ્યું છે કે, કાગળોનાં મોટાં મોટાં કારખાનાં થઈ રહ્યાં છે, પરંતુ તે માટે જંગલોનો આડેધડ નાશ કરાય છે. આ વધતી જરૂરિયાત પર્યાવરણના પ્રદૂષણનું કારણ બની રહી છે.
ગંભીર સંકટ
આજે વૈજ્ઞાનિકો સમક્ષ સમસ્યા છે, એટમી કચરાને નાંખવો ક્યાં ? જો સમુદ્રમાં નાંખીએ તો સમુદ્રી જીવ મરી જાય છે. જ્યાં આગળ સમુદ્રમાં આ કચરો નંખાયો છે, ત્યાં સમુદ્રી જીવો મરી રહ્યા છે જ. ક્યાંય અવકાશ દેખાતો નથી. માનવી માટે આ સંકટ ગંભીર બનતું જાય છે. પ્રદૂષણને પેદા કરનારાં અનેક કારણો આજે માનવીને તેના તન-મન સહિત આંદોલિત કરી રહ્યાં છે. પરંતુ આ તમામની પાછળનું મુખ્ય કારણ છે : ભાવાત્મક
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org