________________
એનું ત્રીજાં સૂત્ર છે : એક કડીનું પરિવર્તન બાકીની તમામ કડીઓમાં પરિવર્તન લાવી દે છે. ભૂમિ, પાણી, હવા, ઈધણ- આ બધાં આ અખિલ જગતની કડીઓ છે. એક કડી અસ્ત-વ્યસ્ત થવાથી બાકીની કડીઓ અસ્ત-વ્યસ્ત થઈ જાય છે.
ચોથું સૂત્ર છે : જીવ અમુક પ્રકારની સ્થિતિમાં જ બચી શકે છે. જો તે વાતાવરણ અને સ્થિતિ બદલાઈ જાય, તો જીવ સમાપ્ત થઈ જાય છે. એક નિશ્ચિત તાપમાનમાં જ જીવ જીવી શકે છે. આજે એક ભય પેદા થયો છે, ઓઝોનનું પડ તૂટતું ચાલ્યું છે. જો પરાબેંગની (અસ્ટ્રાવાયોલેટ) કિરણો ધરતી પર પડવાં શરૂ થઈ ગયાં તો જીવસૃષ્ટિનું બચવું મુશ્કેલ છે. તાપમાન વધવાથી જળનું સ્તર (સપાટી) એટલું વધી જશે કે કેટલાંયે મોટાં મહાનગરો સમુદ્રમાં ફેરવાઈ જશે !
એનું પાંચમું સૂત્ર છે : પ્રકૃતિનું સંતુલન ના બગડે, કોઈપણ તત્ત્વ, અસંતુલનની અવસ્થા ન પામે.
ધ્રુવનિયમ
પવિરણ-વિજ્ઞાનના આ પાંચ સિદ્ધાંતો છે. આપણે આ પાંચ સિદ્ધાંતોના સંદર્ભે અહિંસાનું ચિંતન કરીએ. અહિંસાનો પણ આ નિયમ છે જ કે- એકલું કોઈ જીવી શકતું નથી. એક ધ્રુવ સિદ્ધાંત અપાયો, દ્રવ્યનિમિત્તે દિ સંપત્તિ વિકૃત્તેિ ' -આપણી બધી જ વીય/શક્તિ દ્રવ્યના નિમિત્તથી પેદા થાય છે, પવિરણના નિમિત્તે પેદા થાય છે. જો પથવિરણ બગડી જશે તો આપણું વીર્ય ખતમ થઈ જશે. જે અહિંસક આ સિદ્ધાંતને માને છે, કે દ્રવ્યના નિમિત્તે અસ્તિત્વ બચે છે, પ્રાણી બચે છે, તે પર્યાવરણની ઉપેક્ષા કેવી રીતે કરી શકે ? જીવ પુદ્ગલથી પ્રભાવિત થાય છે અને પુગલ જીવથી. જો એકમાં પરિવર્તન આવે, તો બીજાં તેનાથી તરત પ્રભાવિત થાય છે. આ પરિવર્તન અને પ્રભાવનો સિદ્ધાંત લોકસ્થિતિનો સિદ્ધાંત છે.
વર્તમાનની ભાષા
આ સૃષ્ટિસંતુલનની વાત છે. આને આપણે અહિંસા-વિજ્ઞાનની દષ્ટિએ પણ સ્વીકારી શકીએ. પર્યાવરણ વિજ્ઞાનમાં આની વિસ્તારથી વ્યાખ્યા કરવામાં આવી છે. પર્યાવરણ અહિંસા-વિજ્ઞાનનું અધ્યયન છે. જો આપણે પ્રાચીન ગ્રંથોને આધારે અહિંસાની વ્યાખ્યા કરીશું તો આજનો માનવી વ્યાખ્યાને સમજી નહીં શકે. કેવળ પારલૌકિક દષ્ટિ સાથે જોડાયેલ આ વ્યાખ્યા વર્તમાન માનવી માટે સહજ બુદ્ધિગમ્ય નથી. હિંસા કરશો તો કર્મોનાં બંધન બાંધીને, નરકમાં જશો એમ કહેવામાં આવે, તો આજના માણસની સમજમાં નહિ આવે. પરંતુ હિંસા કરશો, તો પર્યાવરણનું
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ૧૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org