________________
હતા. સંસ્કૃત વ્યાકરણકારોએ શ્રમણ અને બ્રાહ્મણને નિત્યવિરોધીના રૂપે જ આલેખ્યા છે. આધુનિક યુગમાં શ્રમણ અને બ્રાહ્મણનો વિરોધ ઓછો થઈ ગયો, તેનું સ્થાન હિન્દુ અને મુસ્લિમે લીધું. એક બાહ્મણ શ્રમણધર્મમાં દીક્ષિત થતો અને એક શ્રમણ બ્રાહ્મણધર્મમાં. તેનાથી કોઈ જ્ઞાતિ પરિવર્તન ન થતું. હિન્દુ અને મુસલમાનોમાં ફક્ત ધર્મસંપ્રદાયનો ભેદ જ નથી, જાતિભેદ પણ છે જ. જાતિ-ભેદના આધારે હિન્દુ અને મુસલમાન શબ્દ પ્રચલિત થયા. એનો પ્રભાવ ધર્મની ધારણા (માન્યતા) ઉપર પણ પડ્યો. પરિણામ સ્વરૂપે ઃ હિન્દુધર્મ જેવો શબ્દ પ્રચલિત થઈ ગયો.
શું જૈનો હિન્દુ છે?
આધુનિક યુગમાં ધર્મનું વર્ગીકરણ સનાતન, વૈષ્ણવ, જૈન, બૌદ્ધ, શૈવ, શાક્ત વગેરે સ્વરૂપોમાં છે. હિન્દુ ધર્મની વ્યાખ્યા વૈદિક ધર્મના સ્વરૂપે કરવામાં આવી, ત્યારે જૈન, બૌદ્ધ, શીખ વગેરે એ પ્રવાહધારામાંથી અલગ થઈ ગયા. હિન્દુ શબ્દ રાષ્ટ્ર અથવા જાતિનો વાચક હોય, તો જેન, બૌદ્ધ, શીખ વગેરે હિન્દુ શબ્દ દ્વારા વાચ્ય થઈ શકે છે. કોઈની સામે કોઈને કંઈ મુશ્કેલી ન રહેવી જોઈએ. એક વખત ગણાધિપતિ શ્રી તુલસીજીએ કહેલું, “હિન્દુસ્તાનમાં વસતો પ્રત્યેક નાગરિક હિન્દુ છે. ધર્મ કે મજહબની દષ્ટિએ ભલે તે ઈસાઈ હોય, ઈસ્લામનો અનુયાયી હોય, પારસી અથવા અન્ય કોઈપણ હોય. હિન્દુધર્મ' આ શબ્દ હિન્દુત્વને ખૂબ સંકુચિત બનાવી દીધો. કેવળ મુસલમાન, ઈસાઈ, અને પારસી જ હિન્દુત્વથી અલગ નથી થઈ ગયા, પરંતુ જૈન, બૌદ્ધ અને શીખ પણ હિન્દુત્વથી અલગ પડી ગયા છે. પૂનાના કેટલાક પંડિતોએ ગણાધિપતિ શ્રી તુલસીને પૂછ્યું, “જેનો હિન્દુ છે કે નહિ ?" આચાર્યશ્રીએ ઉત્તર વાળ્યો, “જો તમે હિન્દુનો અર્થ વૈદિક પરમ્પરા કરતા હોવ, તો જેનો હિન્દુ નથી. પરંતુ હિન્દુનો અર્થ રાષ્ટ યતા કરો, તો જેનો હિન્દુ છે, હિન્દુસ્તાની છે.”
હિન્દુ શબ્દઃ વ્યાપક અર્થ
હિન્દુ શબ્દ વ્યાપક અર્થમાં ભારતનો પર્યાયવાચક છે. સિધુ નદી સાથે ઉપલક્ષિત હોવાને કારણે આ દેશ હિન્દુ કહેવાયો અને આના આધારે જ દેશ હિન્દુસ્તાન કહેવાયો. આ વ્યાપક અર્થમાં હિન્દુસ્તાનનો પ્રત્યેક નાગરિક હિન્દુ કહેવાય તેમાં કોઈ પ્રતિરોધ ન હોવો જોઈએ, પરંતુ હિન્દુ એક જ્ઞાતિ બની ગઈ એનો પણ અસ્વીકાર ન થઈ શકે. નેપાળ હિન્દુ રાષ્ટ્ર છે. ત્યાં અધિક સંખ્યા હિન્દુઓની છે. વિશ્વના અનેક દેશોમાં હિન્દુઓ વસવાટ કરે છે, રહે છે. તેમાં કેટલાક હિન્દુસ્તાનના નાગરિક છે, કેટલાક અન્ય દેશોના નાગરિક. એટલા માટે હિન્દુ એક જાતિ પણ છે, એ બાબતનો અસ્વીકાર ન થઈ શકે. હિન્દુજાતિનું મૂળ હિન્દુસ્તાન રહ્યું છે, જે
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org