SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચિમ જગતમાં ચાર વર્ણની વ્યવસ્થા ન હતી, તેથી ત્યાં જાતિવાદની સમસ્યા ન રહી, પરંતુ ત્યાં ધૃણા અને અહં કંઈ ઓછાં નથી. મનુષ્યના અહંને વ્યકત થવાનો અવસર પ્રાપ્ત થવો જોઈએ. ત્યાં “રંગ’ પર સૌનું ધ્યાન કેન્દ્રિત થયું. આ ગોરો છે : આ કાળો છે. આજે પણ દક્ષિણ આફ્રિકામાં જ્યાં ગોરા લોકો રહે છે, ત્યાં કાળા લોકો પોતાનું મકાન નથી બનાવી શકતા. જ્યાં સુધી માનવીમાં અહં અને ધૃણાનો ભાવ છે, ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નથી મળવાનો, એનું સમાધાન શક્ય નથી. સહુથી પ્રથમ એ વાત સમજી લેવી પડશે કે : આપણે એકબીજાનો સહકાર લીધા સિવાય, આગળ નથી વધી શકવાના, વિકાસ નથી કરી શકવાના. પ્રત્યેક માનવી સમાન છે, વિકાસમાં દરેકનો સહકાર સમાન છે'- આ સૂત્રને પકડી રાખીશું, તો સમાનતા તરફ ગતિ કરી શકીશું. એના માટે જરૂરી છે એક આંદોલન, જે લોકોમાં સમાનતાની ચેતના જાગ્રત કરે, અહં અને ધૃણાની ચેતનાને પરિષ્કૃત કરી શકે. આ અભિક્રમની સફળતા લોકતંત્રને સ્વસ્થ, પવિત્ર અને ચિરંજીવી બનાવી દેશે. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy