________________
મેળવી શકતી. વ્યક્તિ પોતાના માટે વધારેમાં વધારે સુખ ભેગું કરી લેવા ચાહે છે, સંપતિ ભેગી કરી લેવા ચાહે છે. આ ભેગું કરી લેવાની ભાવના દરેક મનુષ્યમાં છે તેથી વાસના પર નિયંત્રણ નથી કરી શકાતું. ત્રણ તત્ત્વો છે : સુખ, વાસના અને બુદ્ધિ. નિયંત્રણ કરવામાં ‘સુખ' બાધક બને છે. અહીં માનવીની શક્તિ કુંઠિત બની જાય છે. પ્રત્યેક વ્યક્તિની શક્તિની એક હદ હોય છે. કોઈપણ માનવ અસીમ શક્તિનો માલિક નથી. પ્રશ્ન એ છે કે : સુખની લાલચમાં માનવી ગળાડૂબ બની, અનિત્ય અને અશાશ્વતની દોડમાં પ્રવૃત્ત રહે છે. એણે બીજી બાજુનો વિચાર ન કર્યો. તે બાજુ છે, શાશ્વત સત્ય. દુનિયામાં એક શાશ્વત સત્ય હોય છે તે કાલાતીત છે. આ સત્યની શરણમાં જનાર માનવી જ સ્થાયી સુખ તરફ પગ માંડી શકે છે, પોતાના સાચા વ્યક્તિત્વને પ્રગટ કરી શકે છે, નૈતિકતાની જે આંતરિક વૃત્તિ છે, તેને બહાર પ્રગટાવી શકે છે. નૈતિકતાને પ્રગટ કરવાનું એક માત્ર સાધન છે, શાશ્વત પ્રત્યે શ્રદ્ધા - આસ્થા. જ્યાં સુધી નિત્ય પ્રત્યે ઊંડી શ્રદ્ધા ન હોય ત્યાં સુધી સુખની કલ્પના અધૂરી રહી જાય છે.
નવી આસ્થાનું સૂત્ર
અણુવ્રતના સંદર્ભમાં એક નવીન શ્રદ્ધાને જગાડવાનો પ્રયત્ન કરવો પડશે. જે આસ્થા હિંસા સાથે જોડાયેલ છે તેને અહિંસા સાથે, ઇચ્છા, પરિણામ અને આનંદમય જીવન સાથે જોડી દઈએ. સુખ અને આનંદમાં બહુ અંતર છે. સુખ એ છે કે, જે બાહ્યપદાર્થની પ્રાપ્તિ દ્વારા મળે છે. આનંદ આપણી સહજ વૃત્તિ છે, જે અંતરમાંથી પ્રગટ થાય છે.આ મૂળભૂત વાત સમજમાં આવી જાય, તો સુખની વાત આપોઆપ કમજોર પડી જશે. આજકાલ સુખની મનોવૃત્તિ વધવા માંડી છે. એનું કારણ એ છે કે, આનંદની વાત સમજણ બહાર રહી જાય છે. જ્યારે સમાજને એક નવી દષ્ટિ આપવી જ છે તો એક નવા વિકલ્પની- એક નવા પ્રકલ્પની રજૂઆત કરવી જ પડશે. અરવિંદ અને માતાજી આજે બંને જીવિત નથી, પરંતુ આજે પણ સેકડો વિદ્વાનો અરવિંદના ચૈતન્ય પુરુષ ( દિવ્ય આત્મસ્વરૂપ ) પર કામ કરી રહ્યા છે. અરવિંદે એક નવો સિદ્ધાંત આપ્યો “અતિ માનવનું નિર્માણ કરી શકાય છે. ભૂ-મંડળમાં એવું વાતાવરણ સર્જી શકાય છે કે, જેથી એક દિવસ ચૈત્યપુરુષ જાગી જાય, અતિમાનવનું નિમણિ શક્ય. બને.” અણુવ્રતને પણ આવી જ આસ્થાનું સમર્થન આપવું જોઈએ, જેથી બુદ્ધિજીવી અને ચિત્તક વર્ગનું ધ્યાન આકર્ષાય. તે આસ્થા-સૂત્ર છે : વાસનાનું રૂપાંતરણ થઈ શકે છે.' ક્ષયીકરણની વાત દરેક વ્યક્તિ માટે શક્ય નથી. જે વીતરાગની સાધનામાં લાગે તેના માટે વાસનાના
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org