________________
છે, “આ સંસારનો માર્ગ છે-' આ વાક્યપ્રયોગો વાંચવા મળે છે. જો આપણે મોક્ષમાર્ગને, સંસારમાર્ગના લીલા-ચમા પહેરીને જોઈશું. તો આપણને લીલું જ લીલું દેખાશે, તેથી જરૂરી છે કે, આપણે આંખો પર રંગીન ચમા ન પહેરીએ. જે જેવું છે, તેને તે જ અને તેવા જ રૂપમાં જોઈએ. કણાદે ધર્મને વ્યાપક અર્થમાં પરિભાષિત કર્યો. જૈન-આચાર્યોએ કૃષિ, વાણિજ્ય વગેરેને અભ્યદયનો હેતુ માન્યો.
આચાર્ય ભિક્ષુએ કહ્યું, “અભ્યદયનો હેતુ સંસારનો માર્ગ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય વિના મોક્ષનો કોઈ માર્ગ હોઈ જ શકે નહિ. આચાર્ય ભિક્ષુના વિચારને જંબૂદીપપ્રજ્ઞપ્તિની વૃત્તિનું પણ સમર્થન મળી રહે છે. પચાહિયાએ ઉવદિસઈ–' આ સૂત્રની રચનામાં શાંત્યાચાર્યે કૃષિ-વાણિજ્ય આદિ કર્મોને જીવનનિવહિ અને અભ્યદયના હેતુ હોવાને કારણે પ્રજા માટે હિતકર માન્યાં છે. આજીવિકા અભ્યદયનો હેતુ છે. જો રોજગાર (આજીવિકા) સરળતાથી પ્રાપ્ત થાય તો સમાજમાં ચોરી વગેરે અપરાધો નથી વધતા. ભગવાન શ્રી ઋષભે સમાજને અપરાધમુક્ત રાખવા માટે જીવનોપયોગી કળાઓ અને શિલ્પોને પ્રચલિત કર્યા. મનુસ્મૃતિકારે પણ આભ્યદયિક અને નૈઃશ્રેયસિક કર્મોને અલગ-અલગ માન્યાં છે.
પંચપદી
પ્રાચીનકાળમાં ધર્મની અનેક વ્યાખ્યાઓ-પરિભાષાઓ થઈ ચૂકેલી, છતાં આચાર્ય ભિક્ષને એક નવી વ્યાખ્યા-પરિભાષા કરવાની ઈચ્છા થઈ. ધર્મને નામે ખૂબ મોટો ગોટાળો ચાલી રહ્યો હતો. સેવા, સહયોગ, સહાનુભૂતિ, દાન અને પરોપકાર- આ શબ્દો ધર્મની ધારણાને ભ્રાન્ત કરી રહ્યા હતા.
સેવા શબ્દનું સ્વરૂપ ગમે તે હોય, પરંતુ બસ સેવા કરવી એ ધર્મ છે એ મત પ્રચલિત થઈ ગયો. આચાર્ય ભિક્ષુએ આ મતનું વિશ્વલેષણ કર્યું. ધાર્મિક અને સામાજિક ભૂમિકા પર, એમ બે રીતે સેવા થઈ શકે છે. સામાજિક ભૂમિકા પર સેવા કરવી એ સામાજિક કર્તવ્ય અથવા સમાજ-ધર્મ છે. આત્માને પવિત્ર કરનારી સેવા કરવી એ આત્મધર્મ અથવા મોક્ષધર્મ છે. એનું સ્વરૂપ છે : જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યનો વિકાસ.
એક માનવી કોઈ કાર્ય કરી રહ્યો હોય અને તેમાં કોઈ બીજો માનવી જોડાય, તેનું નામ છે સહયોગ. તે સમૂહનો સહિયારો શ્રમ છે. જેમ કોઈ માનવી ભારે લાકડાં ઉપાડી રહ્યો છે, બીજો આવ્યો, તેને સહારો આપ્યો, તે થયો સહયોગ. સહયોગ યોગથી જોડાય છે.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ ઘ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org