________________
સહાનુભૂતિ- સહ અનુભૂતિ એક વ્યક્તિનો સંગ જોઈને બીજી વ્યક્તિ તેવો જ અનુભવ કરે તેનું નામ છે ઃ સહાનુભૂતિ. જેમ કોઈ દુઃખી વ્યક્તિને જોઈને સ્વયં સુખી થઈ જવું. સામાજિક મનોવિજ્ઞાનમાં સહાનુભૂતિના બે પ્રકાર દશવાયા છે. એક છે સક્રિય સહાનુભૂતિ, જેમકે કોઈ ભૂખ્યાને જોયો, સહાનુભૂતિ થઈ, તેને બોલાવીને ભોજન જમાડ્યું. બીજી છે ઃ નિષ્ક્રિય સહાનુભૂતિ, કોઈ ભૂખ્યાને જોયો, અને કહી દીધું, “મને ખૂબ દુઃખ છે, કે તમે ભૂખે મરો છો.” બસ શાબ્દિક સહાનુભૂતિ પ્રગટ કરી દીધી. કરુણા, દયા અને અનુકંપા- આ બધા સહાનુભૂતિના જ વિવિધ પ્રકારો છે.
દાન- ભિખારીને રોટલો, કપડાં વગેરે આપવું તે દાન છે. પરોપકાર : બીજા પર ઉપકાર કરવો.
આ પાંચ શબ્દોએ સમાજ અને ધર્મને, સમાજ-ધર્મ અને આત્મધર્મને એટલા ભેળવી દીધા છે કે ધર્મનો નિર્ણય કરવો સામાન્ય વ્યક્તિની સમજની બહાર છે. સામાજિક વ્યક્તિ માટે કેટલાંક કર્તવ્યો નક્કી થયેલાં હોય છે. સમાજ સામે મુખ્ય પ્રશ્ન : કર્તવ્યનો છે. સામાજિક વ્યક્તિ સામે ધર્મનો પ્રશ્ન ત્યારે જ આવે, જ્યારે તે મોક્ષની સાધના કરવા ઈચ્છે.
સામાજિક કર્તવ્ય આત્મધર્મ
આચાર્ય ભિક્ષએ ઉપરોક્ત પાંચ પદોનું વિશ્લેષણ કરીને સામાજિક કર્તવ્ય અને આત્મ-ધર્મની વચ્ચે ભેદરેખા દોરી છે. સેવા ધર્મ છે, આ એકાનિક મત કહો કે વિભજ્યવાદી પ્રયોગ કહો. શરીરને પોષણ આપનારી સેવા સામાજિક કર્તવ્ય પણ છે, ધર્મ પણ છે. પ્રત્યેક ધર્મ કર્તવ્ય હોય છે, પરંતુ તમામ કર્તવ્યો ધર્મ નથી હોતાં. આચાર્ય ભિક્ષનું વાક્ય છે; [ સંસાર તો વિરત૬ ગાળો | સાંસારિક કર્તવ્યનો અર્થ છે : સામાજિક કિર્તવ્ય.
અતીતની દશ-પંદર શતાબ્દીઓમાં ભારતીય માનસમાં સામાજિકતાનો છાસ કેમ થયો ? આ અનુસંધાનનો વિષય છે. એક સામાજિક પ્રાણીમાં સામાજિક કર્તવ્ય પ્રતિ જાગૃતિ હોવી જોઈએ. તે ઓછી કેમ થઈ ? સામાજિક કર્તવ્યને ધર્મના ત્રાજવામાં તોલવાનું શરૂ કરી દીધું, પ્રત્યેક સામાજિક કર્તવ્યને ધર્મના રંગે રંગી દીધું. શું આ ધારણાએ સામાજિક ચેતનાને કુંઠિત નથી કરી દીધી ? કોઈ વ્યક્તિને ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોય અને કોઈને ન પણ હોય. જે વ્યક્તિ ધર્મમાં ન માનતી હોય, તે વ્યક્તિ ધર્મને નામે ચાલતાં સામાજિક કર્તવ્યોને કેવી રીતે નિભાવશે ? પ્રત્યેક સામાજિક કર્તવ્ય ધર્મ છે. ધર્મને ઉપયોગિતા સાથે એવી રીતે જોડી દીધો
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ H૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org