________________
અને સહનશીલ હોય છે. જેનું પાલન-પોષણ આર્થિક ભીંસો વચ્ચે થાય છે, તે કદાચ વધારે સારો હોય છે. દુનિયામાં જેટલા પણ મોટા-મોટા માણસો આવ્યા છે, તેમનો જન્મ તો ખૂબ સાધારણ ગામોનાં સાવ સામાન્ય કુટુઓમાં જ થયો હતો. જ્યાં અન્યનું શોષણ નથી થતું, અન્યના માટે કાંઈક કરવાની ઈચ્છા હોય છે, તે સમાજ પોતે જ એક અનોખો સમાજ હોય છે, વિકાસનાં શિખરો સર કરનારો સમાજ હોય છે.
શોષણ ધાર્મિક દૃષ્ટિ
શોષણ ન કરીએ'- આ સૂત્રનું ધાર્મિક દૃષ્ટિકોણથી પણ મૂલ્યાંકન કરીએ. ધાર્મિક દષ્ટિ આ છે કે : બીજાના શ્રમનું શોષણ એ હિંસા જ છે. અહિંસાનો અતિચાર છે બીજાની વૃત્તિનો છેદ ન કરવો, તે અહિંસા વ્રતનો એક નિયમ છે. જેણે અહિંસા વ્રત સ્વીકારેલ છે અને જો તે સંકલ્પ કરે કે, ‘હું કોઈપણ પ્રાણીનો ઈરાદાપૂર્વક વધ નહીં કરું, તેનું શોષણ નહિ કરું ; અને તે વ્યક્તિ બીજી વ્યક્તિનું શોષણ કરે તો તે વ્રતનો ભંગ થાય છે. શોષણ એક રીતે અન્ય વ્યક્તિ પ્રત્યે ઘાત કહેવાય છે. કોઈના ઘરમાં પાંચ-સાત સભ્યો હોય તે તમામ શ્રમ કરતા હોય અને, રૂ. ૨૦૦ પ્રતિ માસના દરે મજૂરી ચુકવાય, તો તે ઇરાદાપૂર્વકનું શોષણ નથી ? ભગવાન મહાવીરે આ સત્યને ખૂબ સૂક્ષ્મ રીતે વિચાર્યું. તેમણે કહ્યું : “શોષણ એક પ્રકારે મારવાનો જ પ્રયત્ન છે. પૂરેપૂરું કામ લેવું અને આજીવિકાનું શોષણ કરવું તેમાં અહિંસાવ્રતનો દોષ છે.
વ્રત-વ્યવસ્થા
પ્રશ્ન થાય છે કે ભગવાન મહાવીરે વ્રતો પર આટલો ભાર શા માટે મૂક્યો ? આનું કારણ એ હોઈ શકે આ વ્રત ધાર્મિક દષ્ટિએ જેટલાં મૂલ્યવાન છે, સામજિક દૃષ્ટિએ એનાથી ઓછાં મૂલ્યવાન નથી. તેમ છતાંયે સમાજશાસ્ત્ર, આચારશાસ્ત્ર, વગેરે લખાયાં તેમાં અરડુ, સુકરાત વગેરે યૂનાની દાર્શનિકોને આધાર તરીકે લેવાયા. ખબર નથી પડતી, કોઈ હિન્દુસ્તાની લેખકે મહાવીરની વતવ્યવસ્થાને કયારેય આધાર નથી ગણી. એનું કારણ શું હોઈ શકે ? કાં એમનો દૃષ્ટિકોણ ટૂંકો (સંકીર્ણ) રહ્યો છે, અથવા તેમને સામગ્રી ઉપલબ્ધ નથી થઈ. પ્રાકૃત ભાષાનું અજ્ઞાન પણ કારણ બન્યું હોય. કારણ ગમે તે હોય, એટલું સ્પષ્ટ છે કે, વતવ્યવસ્થા આજે પણ અજ્ઞાત છે, આજે તેને પ્રકાશમાં લાવવાની જરૂર છે.
શ્રમનું વિભાજન
અણુવ્રતનું એક ઉપવત છે : હું બીજાનું શોષણ નહીં કરું. અન્યનું શોષણ નહીં થાય તો પોતાનો શ્રમ વધશે. આજકાલ શ્રમ પ્રત્યે થોડો અભાવ પેદા થયો છે. તેનું એક કારણ એ છે કે માણસ આરામ ઝંખે છે.
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org