________________
બીજાં કારણ તેની એવી મનોવૃત્તિ છે કે, હું આરામ કર્યું અને ફળ પણ મને જ મળે. એક ખોટી માન્યતા પ્રચલિત થઈ ગઈ કે, શ્રમ કરનાર નાનો માણસ હોય છે અને શ્રમ ન કરનાર મોટો માણસ હોય છે. આ દષ્ટિકોણે શ્રમની વ્યવસ્થા અને મહત્તા ઘટાડી દીધાં. આપણે એ સત્યને ભૂલી ગયા છીએ કે, દુનિયામાં જેટલા મોટા માણસો બન્યા છે, તે ફક્ત કઠોર પરિશ્રમ કરનાર જ બન્યા છે. આચાર્યશ્રી પોતે ૧૫-૧૬ કલાક શ્રમ કરે છે. શું તે પોતે શ્રમિક નથી ? જે શ્રમિક નથી, તે સાચા શાસક પણ નથી બની શકતા. કહેવાયું છે કે પૃથ્વી રૂપી ગાયનો પણ ત્રણ જ વ્યક્તિ લાભ લઈ શકે છે, અને તેમાંનો એક છે : શ્રમિક. શ્રમિકનો અર્થ એ નથી કે તે ફક્ત. પાવડા, કોદાળી કે અન્ય નિમ્ન મજૂરી જ કરે. હા, શ્રમનાં અલગ અલગ વિભાજન જ છે. કેટલાક એવું માને છે કે, જે ઉત્પાદકીય શ્રમ નથી કરતો, તેનો શ્રમ, શ્રમ ન કહેવાય. એ પોત-પોતાની અંગત માન્યતા છે. વ્યાવહારિક રીતે સમાજમાં શ્રમનું વિભાજન જોવા મળે છે. તે વિભાજન અનુસાર દરેક વ્યક્તિ પોતપોતાનો શ્રમ કરે, કોઈ નકામી બેસી ન રહે, તો શ્રમનું મૂલ્યાંકન સંભવી શકે છે.
પ્રગતિનું સૂત્ર
શ્રમ પ્રત્યે પ્રતિષ્ઠાનું આ સૂત્ર, જીવનશૈલીનું અનિવાર્ય અંગ બનવું જોઈએ. જેટલા પણ પુરુષાર્થવાદી છે તેમાં પ્રથમ પંક્તિના મનાયા છે ભગવાન મહાવીર. ઘણા લોકો નસીબ પર આધાર રાખનારા છે, નિયતિવાદી છે. પરષાર્થવાદી ઈશ્વરવાદી ના હોઈ શકે. ઈશ્વરવાદ નિયતિવાદ છે. જે કંઈ બનશે તે ઈશ્વર દ્વારા જ બનશે.એની ઇચ્છા સિવાય એક પાંદડું પણ ન હાલી શકે. આ છે ઈશ્વરીય નિયતિવાદ. આ પરિસ્થિતિમાં પુરુષાર્થની જ્વાળાને પ્રજ્જવલિત ન કરી શકાય. ભગવાન મહાવીરે નિયતિવાદનું ખંડન કરીને પુરુષાર્થવાદનું પ્રતિપાદન કર્યું છે. જ્યાં આત્મકતૃત્વવાદ માન્ય છે, ત્યાં કોઈપણ વ્યક્તિ શ્રમ કર્યા સિવાય ન રહી શકે. જેને શ્રમમાં શ્રદ્ધા નથી, જે વ્યક્તિ શ્રમ નથી કરતી. તે સાચે જ પાછી પડી જાય છે, ફેંકાઈ જાય છે, શ્રમનિષ્ઠા પ્રગતિ અને વિકાસનો રહસ્યમંત્ર છે, આધારસૂત્ર છે.
ચારી-સંજીવની ન્યાય
આચાર્ય હેમચંદ્ર જઈ રહ્યા હતા. સાથે રાજા સિદ્ધરાજ પણ હતા. રાજાએ પૂછ્યું, “કયો ધર્મ સારો છે ?”
રાજન્ ! ઘણા બધા ધમાં છે અને સારા પણ છે, પરંતુ ધીમે ધીમે સમજમાં આવશે, કયો ધર્મ સારો છે.”
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org