________________
નથી, માટે જ અણુવ્રત સૌનું જ છે. જો કે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય. ઈચ્છા-પરિમાણ વગેરે શબ્દો લીધા છે, પરંતુ તત્ત્વજ્ઞાન નથી લીધું, દર્શન અને આચાર નથી લીધાં, તેથી અણુવ્રત અસાંપ્રદાયિક ઉપક્રમ છે.
સાંપ્રદાયિકતાનું તાત્પર્ય
સાંપ્રદાયિકતાનો અર્થ શો છે ? જે કોઈ સંપ્રદાયની પૂજાપદ્ધતિ. ઉપાસનાપદ્ધતિ અને તત્ત્વજ્ઞાનની સાથે જે પદ્ધતિ જોડાયેલ છે, તે સાંપ્રદાયિક હોય છે. અણુવ્રત સાથે આવું કંઈ પણ જોડાયેલું નથી. સમસ્યા એ છે કે જેનોનું વ્રત હોત, તો જેનો એને સંભાળી લેત, પરંતુ લાભ એ પણ. છે ઃ જેનોનું જ હોત તો અન્ય લોકોને સંકોચ થાત. અણુવ્રત સાથે જે વ્યાપક જનમત જોડાયેલો છે, તે તેની સાંપ્રદાયિક દષ્ટિથી પ્રભાવિત થઈને જોડાયેલ છે.
જ્ઞાનનો સાર છે આચાર
સહુથી પહેલાં અણુવ્રતનું તત્ત્વજ્ઞાન સ્પષ્ટ થવું જોઈએ. એક ગ્રંથ લખવામાં આવ્યો : “અણુવ્રત દર્શન.” આ શ્રેણીમાં “અણુવ્રત · ગતિ-પ્રગતિ', અણુવ્રતના આલોકમાં' વગેરે ગ્રન્થો પ્રકાશમાં આવ્યા. આ ગ્રંથોનું ગહન અધ્યયન જરૂરી છે. જે કામ આપણે કરવા જઈ રહ્યા છીએ, તે અંગે પૂરતું જ્ઞાન નહિ હોય, તો કોઈ ફાયદો નહિ થાય. જ્યાં સુધી કાર્ય પ્રત્યે શ્રદ્ધા નહિ હોય, ત્યાં સુધી કાર્ય આગળ નહિ વધે. શ્રદ્ધા અને પ્રેમ પેદા કર્યા સિવાય આચરણની ઈચ્છા ન રાખી શકીએ. પહેલાં આચરણની વાત ન કરો, તેનું જ્ઞાન મેળવો. આ કોઈ અપેક્ષાથી કહેવાયેલું - સવાર : પ્રથમ વર્ષ આચાર પ્રથમ ધર્મ છે. પરંતુ અપેક્ષા એ છે કે ઃ પઢમં નાનું તો થી પહેલાં જ્ઞાન, પછી આચાર. જ્ઞાનનો સાર છે આચાર. જે આચાર ફલિત થાય છે, એના માટે દૃષ્ટિકોણનું નિર્માણ થવું જોઈએ. દષ્ટિનું નિર્માણ નહિ થયું હોય, તો વ્રતનો સ્વીકાર નહીં થાય. અને વ્રત સ્વીકારાશે તો પણ ઢીલુંપોચું સ્વીકારાશે. જો દૃષ્ટિકોણ સ્પષ્ટ હશે તો તેના પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા ઉત્પન્ન થશે. તે જીવનની આસ્થા બની રહેશે. અને તે વ્રત તૂટશે નહીં, જીવનનું અંગ બની જશે
અણુવ્રત સમ્યગ્દર્શન
પ્રશ્ર ઉદ્દભવે છે : અણુવ્રતનું તત્ત્વજ્ઞાન શું છે ? આ સંદર્ભે પદાર્થ અને ચેતના બંને વાતોને સમજવી પડશે. જો દષ્ટિકોણમાં પદાર્થ મુખ્ય છે અને ચેતના ગૌણ છે, તો તેનું પરિણામ હશે ? માનસિક તનાવ, અપરાધ, હિંસા, અશાંતિ, આતંક વગેરે. જેણે પદાર્થને મુખ્ય માની લીધો, તેના આકર્ષણનો વિષય તે જ બનશે. પદાર્થ પ્રધાન અને ચેતના ગૌણ, આ અણુવ્રત તત્ત્વજ્ઞાનનું મિથ્યા દર્શન છે. આજની તમામ સમસ્યાઓનું કારણ
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ૧૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org