________________
છે ? જ્યારે પહેલેથી જ બાર વ્રતની વ્યવસ્થા હતી, તો અણુવ્રતને ચાલુ કરવાની જરૂર જ ક્યાં હતી ? આ વાત બહુ સ્પષ્ટ છે ઃ બાર વ્રતનું જે સમ્યક્દર્શન છે, તે જૈન તત્ત્વજ્ઞાન ઉપર આધારિત છે. જૈન તત્ત્વજ્ઞાનમાં શ્રદ્ધા હોય, તો બાર વ્રતમાં શ્રદ્ધા હોય છે. તેનો સ્વીકાર શક્ય બને છે, તેથી બાર વ્રતોની આ વ્યવસ્થા ફક્ત જૈનો સુધી સીમિત રહી ગઈ. જે મહાવીરના અનુયાયી હતા અથવા પાછળથી જેમણે જૈન ધર્મ અંગિકાર કર્યો, તેમને તેમાં શ્રદ્ધા જાગી અને બાર વ્રતો સ્વીકાર્યાં. આ બાર વ્રતોની પૃષ્ઠભૂમિમાં પદ્રવ્ય, આત્મા, પુનર્જન્મ, કર્મ વગેરેનું સંપૂર્ણ દર્શન સમાયેલું છે. જો એમ પૂછવામાં આવે કે- અહિંસા વ્રત કેમ સ્વીકા૨વામાં આવે છે ? તો જૈન વ્યક્તિનો ઉત્તર હશે, આશ્રવ દ્વારા કર્મબંધન થાય છે. હું અહિંસા અણુવ્રતનો સ્વીકાર એટલા માટે કરું છું, કે તેથી આશ્રવનો નિરોધ થાય અને સંવ૨ની ચેતના જાગૃત થાય. જ્યાં સુધી વ્યક્તિ આશ્રવ અને સંવ૨ને જાણી ના લે, ત્યાં સુધી આ વ્રતની સ્વીકૃતિનો કોઈ જ અર્થ નથી, અને તેનો સ્વીકાર પણ શક્ય નથી. જીવ,અજીવ, પાપ, પુણ્ય, આશ્રવ, સંવર, નિર્જરા, બંધન, મોક્ષ- આ નવ તત્ત્વોને જાણ્યા પછી જ વ્રતોની સ્વીકૃતિ કરી શકાય છે. કહેવામાં આવ્યું, જે આ તત્ત્વોને નથી જાણતા, તે વ્રતોનો સ્વીકાર કઈ રીતે ક૨શે ? એનું તાત્પર્ય એ છે કે, વ્રતસ્વીકૃતિની પહેલાં જરૂરી છે, તત્ત્વજ્ઞાન, આ પ્રાથમિક શરત છે.
અસાંપ્રદાયિકતાનું રહસ્યઃ
અણુવ્રત સાથે આ શરત જોડાયેલી નથી, એને કોઈ પણ વ્યક્તિ સ્વીકારી શકે છે. કોઈ પણ વ્યક્તિ જુએ કે આચાર-સંહિતા સારી છે, ઉદ્દેશ કલ્યાણકારી છે, તે અણુવ્રતી બની ગઈ. આ ફરક બહુ સ્પષ્ટ છે ઃ બાર વ્રત જૈન દર્શન - તત્ત્વજ્ઞાનના આધારે સ્વીકૃતત છે અને અણુવ્રત સામાજિક સંર્દભમાં સ્વીકૃતવ્રત છે. તેમ છતાં અણુવ્રતનું પોતાનું સમ્યગ્ દર્શન છે, તત્ત્વજ્ઞાન છે. જ્યાં સુધી અણુવ્રતનું સમ્યગ્ દર્શન સ્પષ્ટ નહીં થાય, ત્યાં સુધી અણુવ્રતી બનનાર પણ કમજોર જ રહેશે અને અણુવ્રતની સમ્યગ્ ફળપ્રાપ્તિ શક્ય નહિ બને.
અણુવ્રતનું સમ્યગ્ દર્શન કોઈ સંપ્રદાય પર આધારિત નથી.એના માટે ન ચા૨ આર્ય સત્યોનું જ્ઞાન જરૂરી છે, ન નવ તત્ત્વોનું જ્ઞાન જરૂરી છે. અણુવ્રતની અસાંપ્રદાયિકતાનું રહસ્ય એ છે કે ઃ તે કોઈ સંપ્રદાય વિશેષના દર્શન પર આધારિત નથી. જો અણુવ્રત સાથે જૈન દર્શનનું તત્ત્વજ્ઞાન જોડી દેવાયું હોત તો તે કેવળ જૈનો માટે જ ઉપયોગી બની રહેત. અપણે તેને જૈન-અર્જુન બધા માટે ઉપયોગી માનીએ છીએ, તેથી જ જૈન તત્ત્વજ્ઞાન એની સાથે ન જોડાઈ શકે. આ ષ્ટિએ અણુવ્રત કોઈનું નથી, અને કોઈનું
લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ – ૧૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org