________________
૩૧
અણુવ્રતનું દર્શન
વ્યક્તિ-નિર્માણનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે : સંકલ્પ-શક્તિનો વિકાસ. સંકલ્પ-શક્તિ કમજોર પડી જાય, તો વ્યક્તિ નીચે ઊતરતી જાય છે. સંકલ્પ-શક્તિ બળવાન હોય, તો વ્યક્તિ ઊંચે ચડતી જાય છે. અર્થાત્ નિર્માણનું સૂત્ર છે ઃ મનોબળ, સંકલ્પ-શક્તિ. આ સચ્ચાઈનો- સત્યનોઆપણા પૂર્વજોએ અમલ કર્યો અને તેઓએ અનુભવના આધારે જ વ્રતોની વ્યવસ્થા કરેલી છે.
શ્રદ્ધા જરૂરી
આંતરિક સંકલ્પશક્તિનું એક પ્રતિબિંબ છે વ્રત. અંદર ચેતના જાગૃત હોય છે, તેનું બાહ્ય બિંબ છે વ્રત. કેવળ વ્રતને પકડી લીધું, પરંતુ તેની આગળ-પાછળ જે કંઈ હતું, તેને ભુલાવી દેવાયું. આવું જ થાય છે, જે તત્ત્વ ચાલે છે, તેની એક વાત રહી જાય છે, આગળ-પાછળની વાત રહી જાય છે. ભગવાન મહાવીરે બાર વ્રત વ્યવસ્થા આપી. તે આચારશાસ્ત્રનો વિષય છે, પરંતુ ભગવાન મહાવીરનો દૃષ્ટિકોણ, આચારથી શરૂ નથી થતો. એનું પ્રારંભબિંદુ છે ઃ સમ્યગ્ દર્શન. મહાવીરે તત્ત્વનું પ્રતિપાદન કર્યું, “દેવ ! હું નિર્પ્રન્થ પ્રવચન ૫૨ વિશ્વાસ રાખું છું, પ્રેમ રાખું છું, શ્રદ્ધા રાખું છું અને પસંદગી ઉતારું છું, તેથી આ ધર્મનો હું સ્વીકાર કરું છું. ધર્મનો સ્વીકાર બીજા નંબરની વાત છે. પ્રથમ વાત છે ઃ શ્રદ્ધા અને પ્રીતિ. સમ્યગ્ દર્શન સિવાયનો સ્વીકાર બહુ આગળ નથી વધતો. સહુથી પ્રથમ જરૂરી છે : શ્રદ્ધા અને પ્રીતિ.જો પ્રીતિ નથી, તો સ્વીકૃત વાત પણ ટકી શકતી નથી. બે તત્ત્વો છે : શ્રદ્ધાનો સ્વીકાર અને વ્રતનો સ્વીકાર. અણુવ્રતના સંદર્ભમાં સમ્યગ્ દર્શનની વાત ૫૨ ઓછો ભાર મુકાયો. જે વ્યક્તિ અણુવ્રતનો સ્વીકાર કરે છે, એનામાં પહેલાં શ્રદ્ધા પેદા કરવી જોઈએ. સમ્યક્ દર્શન જગાવવું પડે, આ રીતે ધ્યાન કેન્દ્રિત થવું જરૂરી છે.
અણુવ્રત - બાર વ્રત
એ પ્રશ્ન સ્વાભાવિક છે કે, અણુવ્રત અને બાર વ્રતમાં તફાવત શો
લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ હૃ ૧૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org