________________
નિયંત્રણ કરો, સુખ મળશે અને તે પરલોકમાં નહિ, આ જીવનમાં જ મળી
રહેશે.
અણુવ્રત આદર્શ
મહાવી૨નું આ સૂક્ત અણુવ્રતનો આદર્શ છે. એમાં અણુવ્રતનું સમગ્ર દર્શન સમાયેલું છે. આ અધારે વ્યક્તિ અને સમાજમાં સમન્વય સ્થાપિત કરી શકાય છે.બધા લોકો સમાજ-નિર્માણની વાત કરે છે, પરંતુ સમાજ નિર્માણ દ્વારા તેમનું તાત્પર્ય છે, મોટાં મોટાં કારખાનાં ઊભાં કરી દો, મજૂરી આપી દો, આમ કરી નાંખો, તેમ કરી નાંખો, મોટી મોટી વાતો થાય છે. આશ્ચર્ય ! આટલી મોટી વાતો થાય છે, પણ વ્યક્તિનિર્માણની વાત કોઈ નથી કરતું ! શું વ્યક્તિનું નિર્માણ થયા સિવાય, કોઈ યોજના સફળ થાય ખરી ? જ્યાં સુધી આ પરિસ્થિતિ નહીં બદલાય, ત્યાં સુધી પરિવર્તનની વાત સંભવિત થઈ શકશે નહિ. અણુવ્રતની આ ઊંડી અને મજબૂત શ્રદ્ધા છે. આપણે આ આધારે સમાજરચનાની વાત કરીશું તો એવા વ્યક્તિ અને સમાજનો ઉદય થશે, જે ભારત જેવા લોકતાંત્રિક દેશ માટે જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વ માટે ઉપયોગી નિવડશે, કલ્યાણકારી અને મંગળકારી બની રહેશે.
Jain Education International
લોકતંત્ર ઃ નવી વ્યક્તિ, નવો સમાજ – ૧૬૩
For Private & Personal Use Only
www.jainelibrary.org