________________
છે : પદાર્થને મુખ્ય માની લેવો. જમીનના નાનકડા ટુકડા માટે પણ બે ભાઈ લડતા હોય છે. પાંચ - દશ હજાર રૂપિયા માટે કોર્ટ-કચેરીમાં કેસ દાખલ કરી દે છે. આવું કેમ થાય છે ? એટલા માટે કે વ્યક્તિ પદાર્થને પ્રધાન માનીને ચાલે છે, ચેતના પર પડદો પાડી દે છે. જ્યાં દષ્ટિકોણ પદાર્થમય હોય છે, ત્યાં સંઘર્ષ વિવાદ, કલહ તથા વિવિધ પ્રકારની મુશ્કેલીઓ પેદા થાય છે. એક માણસ ચોરી કરે છે. ચોરી કરવાથી તેની ચેતના નીચી જાય છે તેની ચિંતા નથી, પરંતુ ચોરી કરવાથી જ ધન પ્રાપ્ત થાય છે, તેનું મૂલ્ય તેને મન અધિક છે. જેટલા પણ અપરાધ છે તેની પૃષ્ઠભૂમિમાં આ પદાર્થવાદી દૃષ્ટિકોણ જ રહેલો છે,
અણુવ્રતનું સમ્યગ્દર્શન છે, જ્યાં ચેતના મુખ્ય અને પદાર્થ ગૌણ હોય છે, ત્યાં સમસ્યાનું સમાધાન છે. ચેતના શુદ્ધ રહે, પવિત્ર રહે- આ દૃષ્ટિકોણ મુખ્ય હશે, તો માનસિક, શાંતિ વધશે, અપરાધ ઘટશે, હિંસા ઓછી થશે.
માફર્સ અને મહાવીરની કલ્પના
માકર્સે એક દષ્ટિકોણ રજૂ કર્યો,- વ્યક્તિગત સ્વામિત્વ ન હોવું જોઈએ. તેમણે રાજ્યવિહિન સમાજની કલ્પના રજૂ કરી. આ અહિંસાત્મક દૃષ્ટિકોણ હતો. શક્તિ અને દડના બળે એવી કોઈ કલ્પના કરી શકાય નહિ. એવી જ કલ્પના ભગવાન મહાવીરે કરી. તેઓએ આના માટે કલ્પાતીત શબ્દનો પ્રયોગ કર્યો. એક શબ્દ છે : અહમિન્દ્ર અથર્ હું ઈન્દ્ર છું. એવી કલ્પના કરાઈઃ કોઈ સ્વામી નથી. તે જ સેવક અને તે જ ઈન્દ્ર છે. આ વ્યવસ્થાનું નામકરણ કરાયું - અહમિન્દ્ર. એવી જ કલ્પના સાધુઓ માટે કરવામાં આવી. મુનિ સાધના કરે છે. તે કલ્પનામાં રહે છે. હવે સાધના કરતાં કરતાં એવી સ્થિતિમાં પહોંચી ગયો, તે કલ્પાતીત થઈ ગયો. ત્રીજી સ્થિતિ છે : યૌગલિક મનુષ્યોની. તેઓ પણ કલ્પાતીત છે. કોઈ વ્યવસ્થા નહીં, બધું જ સ્વયંસંચાલિત. આ પોતાના શાસનનો,આત્માનુશાસનનો માર્ગ જે મહાવીરે આપ્યો, એનો આધાર આ હતો- જેનો કષાય ઉપશાંત હોય છે, અલ્પ સંકુલેશ હોય છે, ત્યાં એવી સ્થિતિ સર્જાઈ શકે છે.
સ્વાર્થ અને પરમાર્થનું સામંજસ્યઃ
મહાવીર અને માકર્સના ચિંતનમાં ફરક હોઈ શકે, પરંતુ તેનો જે નીચોડ છે, તારણ છે, તે શાસનવિહિન રાજ્યની કલ્પના છે. આવી કલ્પના પણ પોતે જ ખૂબ મોટી વાત છે. તે અણુવ્રત સાથે જોડાયેલ દર્શન છેવ્યક્તિગત સ્વામિત્વ ન હોય, સ્વાર્થનું વિલીનીકરણ થઈ જાય. અણુવ્રતના તત્ત્વજ્ઞાનનું સમ્યમ્ દર્શન છે સ્વાર્થ અને પરમાર્થનું સામંજસ્ય. વ્યક્તિગત
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org