________________
સ્વામિત્વ વ્યક્તિની એક મૌલિક મનોવૃતિ છે. અણુવ્રતના સંદર્ભે સ્વાર્થને પરમાર્થની ભૂમિકા સુધી લઈ જાવ અને તેને વિસ્તારીને પદાર્થની સાથે જોડી દો. વેદાન્તમાં એક બ્રહ્મની વાત કહેવાઈ છે. ચેતનાને એટલી વ્યાપક બનાવી દો કે બ્રહ્મ સાથે એકાકાર થઈ જાય. આ દૃષ્ટિકોણ જો રચાઈ ગયો, તો બૂરાઈને અવકાશ નહિ રહે. જૈન દર્શનમાં આત્મતુલાની વાત કહેવાઈ છે. સૌને પોતાના સમાન સમજો. તેમાં પણ બૂરાઈ માટે કોઈ જ અવકાશ નથી. આ તત્ત્વો સ્વાર્થથી પરમાર્થ તરફ લઈ જનારાં હતાં, પરંતુ આ દર્શનો પ્રત્યે પ્રીતિ પેદા કરવામાં ના આવી. તમામ જીવ સમાન છે, પરંતુ બધા જ જીવો માટે શ્રદ્ધા કેટલી છે ? શું આ પ્રશ્રો ક્યારેય મનમાં થાય છે ખરા ? જો દરેક જીવ પ્રત્યે શ્રદ્ધા ગાઢ થઈ જાય, તો કોઈના પ્રત્યે અપ્રિય વ્યવહાર શક્ય છે ખરો ?
દષ્ટિ સૃષ્ટિ
કોઈ સિદ્ધાંતને માનવો એક વાત છે અને તેમાં શ્રદ્ધા હોવી, પ્રીતિ હોવી તે બીજી વાત છે. આજે મૂળ આવશ્યકતા છે : પ્રીતિ - પ્રેમ પેદા કરવામાં આવે, ચેતના પ્રત્યે શ્રદ્ધા અને આકર્ષણ કરવામાં આવે. વ્યક્તિએ પોતાનાપણાની હદ પોતાના પરિવાર સુધી ટુંકાવી દીધી, સીમિત કરી નાખી, તેનો (મોભો) ખૂબ નાનો બની ગયો છે. એની હદને વધારી દેવામાં આવે, એ એક ઉપાય છે. અણુવ્રતના તત્ત્વજ્ઞાનનું સમ્યગુ દર્શન છે : સ્વાર્થ અને પરમાર્થનું સામંજસ્ય. ચેતના અને સ્વાર્થના વિસ્તાર પ્રત્યે શ્રદ્ધા જાગશે, તો વ્રતને ગ્રહણ કરવાની ભાવના સ્વતઃ જાગશે જ. બાર વ્રતોનો સ્વીકાર એમણે કર્યો, જેમને ભગવાન મહાવીરના દર્શન પ્રત્યે શ્રદ્ધા જાગી. અણુવ્રતને પણ તે સ્વીકારશે, જેને અણુવ્રતના તત્ત્વજ્ઞાન પ્રત્યે શ્રદ્ધા હશે. આપણે એક નવીન દષ્ટિનો સ્વીકાર કરીએ, તેનું નિર્માણ કરીએ. દષ્ટિનું નિમણિ થશે, તો સૃષ્ટિનું નિમણિ આપોઆપ થઈ જશે. વ્યક્તિના નિર્માણનું આ જ રહસ્યસૂત્ર છે.
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૧૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org