________________
સમગ્રદષ્ટિકોણ
મનોવૈજ્ઞાનિકો માને છે કે મૌલિક મનોવૃત્તિઓને બદલી શકાતી નથી. સાચે જ મનોવૃત્તિમાં ફેરફાર કરવો અત્યંત મુશ્કેલ કામ છે. પદાર્થની સાથે એટલો ગાઢ પ્રેમ થઈ ગયો છે કે તેનાથી અલગ થવું સહેલું નથી. આ એક પડકાર છે સમાજવાદની સામે. શું આપણે મૌન બનીને બેસી રહેવાનું ? ના, એવું ના થઈ શકે. આપણે કંઈક બદલવાની વાત વિચારવી પડશે અને બદલવા માટે સમગ્ર સત્યને સાથે રાખીને ચાલવું પડશે. આપણે બંને વાતોને સાથે લઈને ચાલીએ. નવા સમાજનું નિમણિ કરવું છે, સાથે સાથે નવી વ્યક્તિનું પણ નિર્માણ કરવું છે. એનો અર્થ એ છે કે જો ઉત્પાદનનાં સાધનો પર સમાજનો અધિકાર સ્થાપિત કરવો હોય તો સાથે સાથે વ્યક્તિની ચેતનાને પણ બદલવી પડશે.વ્યક્તિની ચેતનાનું પરિવર્તન કરવું પડશે. જો ઉત્પાદનનાં સાધનો પર વ્યક્તિનો અધિકાર સ્થાપિત કરવો હોય તો વ્યક્તિને અનાસતિની દીક્ષાથી દીક્ષિત કરવી પડે. આ બંને સચ્ચાઈઓ સાથે ચાલશે, તો એક સમગ્ર દૃષ્ટિકોણ વિકસિત થશે જ. આ અવસ્થામાં જ સમાજની નવરચનાનો વિચાર કરી શકાય.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org