SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ બુથકેરિંગ, મારામારી થાય છે. બીજું પણ ઘણું બધું થાય છે. લોકતંત્ર માટે લોક-ચેતના જાગૃત હોય, તો તેવું બનતું નથી. લોકતંત્ર : દ્વંદ્વાત્મક ભૂમિકા લોકતંત્રમાં સત્તાના સિંહાસન પર એ જ પક્ષ બેસે છે જેને બહુમતી મળે છે. જેને અલ્પમત મળે તે, વિરોધ પક્ષના આસન પર બેસે છે. આ એક સ્વસ્થ પ્રાણાલી છે. જૈન ન્યાયનો એક સિદ્ધાંત છે : વત્ સત્ તત્ સુપ્રતિપક્ષ’- જેનું અસ્તિત્વ છે, તેનો પ્રતિપક્ષ છે. જેનો પ્રતિપક્ષ નથી, તેનું અસ્તિત્વ નથી. નિરંકુશ શાસનનાં વાદળોને ચીરીને લોકતંત્રનો સૂર્ય ઊગે છે. જો વિરોધપક્ષ ન હોય તો નિરંકુશ શાસનના ઘટાટોપની સંભાવના પુનઃ વધી જાય છે, તેથી પ્રતિપક્ષનું એટલું જ મૂલ્ય છે, જેટલું પક્ષનું છે. સ્વસ્થ પક્ષ અને સ્વસ્થ પ્રતિપક્ષ હોય, તો જ લોકતંત્રની પરિકલ્પના કરી શકાય છે. આ સ્વાસ્થ્યનું રહસ્ય છે ઃ સમન્વય. પોતાના વિચાર અને પોતાની નીતિનો આગ્રહ દરેકમાં હોય છે, પરંતુ એ એટલી હદ સુધી ન હોય કે, બીજાના વિચારમાં રહેલા સત્યને ના જોઈ શકે, બીજાની નીતિની યથાર્થતા તે ન સમજી શકે. અણુવ્રતની જીવનશૈલીનું મહત્ત્વપૂર્ણ અંગ છે ઃ “સમન્વય. અણુવ્રત : અતીત અને ભવિષ્ય અણુવ્રતનો ઉદય નૈતિક વિકાસ કે ચારિત્ર્યવિકાસના આંદોલનના રૂપમાં થયો. તેની આચારસંહિતાએ દરેક વર્ગના લોકોને આકર્ષ્યા, પ્રભાવિત કર્યા. તેનું કાર્યક્ષેત્ર : વ્યાપારશુદ્ધિ, ભ્રષ્ટાચારનો નાશ, ચૂંટણીની સ્વચ્છ પ્રક્રિયા વગેરે રહ્યું છે, તેનું જીવન-દર્શન કે જીવન-શૈલીના રૂપમાં મૂલ્યાંકન ન થયું. હવે દિશાપરિવર્તનની અપેક્ષા અનુભવાય છે. અણુવ્રતનું જીવન-દર્શન લોકતંત્રનું જીવન-દર્શન છે. એની જીવન-શૈલી લોકતંત્રની જીવન-શૈલી છે. એને કેવળ વ્યવહારશુદ્ધિની સીમામાં સીમિત રાખીને ન જોવું જોઈએ. એક સામાજિક પ્રાણી માટે આપણે પૂર્ણ અહિંસાની વાત ન વિચારી શકીએ. તે કેવળ હિંસાના સહારે ચાલે, તે ઇચ્છનીય નથી. મધ્યમ માર્ગ છે ઃ હિંસાથી અહિંસા તરફ પ્રયાણ, બિનજરૂરી હિંસાનો પરિત્યાગ. અણુવ્રતની જીવનશૈલી એક મધ્યમ માર્ગ છે, તેમાં હિંસા અને અહિંસા કોઈનો ‘અતિરેક’ નથી. એક સામાજિક પ્રાણી માટે આપણે અપરિગ્રહની વાત ન વિચારી શકીએ. તે કેવળ સંગ્રહ અને પરિગ્રહમાં આસક્ત રહે તે પણ વાંછનીય નથી. તેણે વ્યક્તિગત સ્વામિત્વ અને વ્યક્તિગત સંગ્રહ અંગે કોઈ લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy