________________
નાંખે છે. સાંપ્રદાયિક કડવાશ ફૂંફાડા મારે છે અને ક્યાંક ક્યાંક ડંખ પણ મારે છે. તે રાષ્ટ્રીય એકતાને જડ- મૂળથી હચમચાવી નાંખે છે. યેન-કેન પ્રકારેણ મત મેળવવાની વૃત્તિ વધતી ચાલી છે. તેમાં લોકતંત્રનું પ્રતિબિમ્બ નથી જોઈ શકાતું. તેથી ઘણી વખત આ ચિંતન પ્રખર અને સ્વર મુખર બને
છે કે :
ચૂંટણીની પ્રણાલી બદલો, નહિ તો લોકતંત્ર માટે તે રાહુ-કેતુ બની
જશે.”
પરિવર્તનનું પ્રારંભબિન્દુ . પરિવર્તન ક્યાંથી શરૂ થાય ? શું પહેલાં લોકતંત્ર પ્રત્યે સુસંગત દષ્ટિકોણનું નિમણિ કરવું કે ચૂંટણીની પદ્ધતિ બદલવી ? લોકતંત્રનું મુખ્ય ઘટક છે : લોકો. તેની ચેતના જ સુષુપ્ત રહે તો આગળનું કોઈપણ કદમ સફળ થતું નથી. શાસન અધિક, આત્માનુશાસન ઓછું એનું નામ છે : ‘રાજતંત્ર.” આત્માનુશાસન અને સંયમ- બે વચ્ચે ભેદરેખા દોરવી સહેલી નથી. અણુવ્રતનો પહેલો નારો છે, “સંયમ જ જીવન છે ” સંયમ વિના આત્માનુશાસન જીવંત ન રહી શકે અને આત્માનુશાસન વિના લોકતંત્ર સફળ ન થઈ શકે. ગણાધિપતિ તુલસીએ કહ્યું, “કાયદો ઓછો અને આત્માનુશાસન અધિક, આ છે લોકતંત્રનું સ્વરૂપ.” લોકતંત્રમાં નાગરિકોમાં આત્માનુશાસનની અપેક્ષિત માત્રા છે કે નહિ ? એના પર ચિંતન કરવું અનિવાર્ય છે. જો તે હશે તો લોકતંત્ર નિષ્ફળ નહિ જાય. જો તે નથી, તો તેની સફળતાનું સ્વપ્ન દુઃસ્વપ્ન માત્ર બની રહેશે.
અપેક્ષિત છે પ્રશિક્ષણ.
અણુવ્રત આત્માનુશાસનની આચાર-સંહિતા છે. એનાથી શક્ય બને છે જીવન-દર્શન. અનાવશ્યક હિંસાનું વર્જન, માનવીય એકતા, જાતિવાદનો અસ્વીકાર, સાંપ્રદાયિક વૈચારિક સહિષ્ણુતાનો દ્રષ્ટિકોણ રચાય છે, ત્યારે લોકતંત્રની પૃષ્ઠભૂમિ આપોઆપ સ્થિર અને દઢ બની જાય છે. ચૂંટણીની પ્રક્રિયામાં પરિવર્તનનો પ્રયત્ન અત્યંત આવશ્યક છે. તેને બદલવું ઇચ્છનીય છે. અણુવ્રતના પ્રશિક્ષણનો અર્થ છે : લોકતંત્રનું પ્રશિક્ષણ. લોકતંત્રના પ્રશિક્ષણનો અર્થ છે : અણુવ્રતનું પ્રશિક્ષણ.
હિન્દુસ્તાનમાં લોકતંત્ર પાંચ દશકાથી ચાલી રહ્યું છે, છતાં તેનું પ્રશિક્ષણ હજુ આપવામાં નથી આવતું. મતદાતાને મત આપવાનો અધિકાર છે, પણ જેના સંચાલન માટે તે મત આપે છે તેનાથી તે અજાણ છે. લોકતંત્રના નાગરિકની અહંતા શી છે ? અને મત લેનારની અહંતા શી છે ? આ વાતનો બંનેને ખ્યાલ નથી હોતો, ત્યારે મતોનો વ્યય થાય છે,
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ | ૧૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org