SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ લોકતંત્ર અને અહિંસા લોકતંત્ર, વર્તમાન માનસને આકર્ષિત કરનારો એક શબ્દ છે. એક પ્રયોગ છે. વ્યક્તિને જે સહુથી વધારે પ્રિય હોય છે, તે છે : સ્વતંત્રતા. વ્યક્તિગત સ્વતંત્રતા લોકતંત્રનું પ્રાણતત્ત્વ છે. આત્મા અધિ-નાયકવાદી પ્રણાલીમાં તેનું હનન થાય છે, તે હણાય છે. તેથી અધિનાયક પ્રણાલી ફક્ત અધિનાયકને જ પ્રિય લાગે છે, બાકી બધાને અપ્રિય. સૌને માટે સમાન તક અને દરેકને મતાધિકાર બંને લોકતંત્રનાં આગવાં પોતાનાં વિશેષ મૂલ્યો છે. આ મૂલ્યો પરથી ફલિત થાય છે કે, લોકતંત્ર અહિંસાનો વ્યાવહારિક પ્રયોગ છે. અહિંસાનાં પાંચ મૌલિક સૂત્ર છે :(૧) સ્વતંત્રતા (૨) સાપેક્ષતા (૩) સમન્વય (૪) સમાનતા (૫) સહ-અસ્તિત્વ. આ પાંચેયનું અસ્તિત્વ એટલે લોકતંત્રનું અસ્તિત્વ અને એમની ઉપેક્ષા એટલે લોકતંત્રનું ઉન્મેલન. હિંસાની સતત વધતી પ્રવૃત્તિ અને લોકતંત્રમાં વિરોધાભાસ છે. લોકતંત્ર હોય, અને નૈતિક મૂલ્યોનો વિકાસ ન થાય એ સંભવ નથી. લોકતંત્ર હોય અને પ્રામાણિકતા તથા જવાબદારીનું ભાન ન હોય, તે સંભવ નથી. લોકતંત્ર હોય. અને અહિંસાત્મક પ્રતિરોધની શક્તિ ન હોય, તે સંભવ નથી. લોકતંત્રની પ્રક્રિયા લોકતંત્રની ગાડી ચૂંટણીના પાટા પર ચાલે છે. અધિનાયકવાદી મનોવૃત્તિ પર અંકુશ મૂકવાનું અને લોકોની શક્તિની અભિવ્યક્તિનું શક્તિશાળી માધ્યમ છે : ચૂંટણી. ચૂંટણી દરમ્યાન જાતિવાદનો જ્વાળામુખી ફાટે છે. તે પારસ્પરિક સૌહાર્દને - ભાઈચારાને ખતમ કરી લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ ૧૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy