SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ આત્મહત્યા ન કરવી. ૦ બીજાની હત્યા ન કરવી. ૦ ગર્ભહત્યા ન કરવી. ૦ ક્રૂર જીવહિંસાથી નિર્મિત સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ ન કરવો. વધતી હિંસા આત્મહત્યા અને બીજાની હત્યા આજે મોટી બીમારી છે. જાપાન આજે આર્થિક રીતે ખૂબ સદ્ધર - સમૃદ્ધ દેશ છે, પરંતુ ત્યાં સમસ્યા એ છે કે દર પાંચ સેકન્ડે એક આત્મહત્યા થાય છે. હત્યાઓના બનાવો પણ આ જ સત્યને રેખાંકિત કરે છે. પંજાબ, કાશ્મિર, આસામ, બિહાર વગેરે પ્રદેશોમાં હિંસાની જે સ્થિતિ છે, એનાથી એવું લાગે છે કે, માનવીને મારવો એ કોઈ તણખલાને તોડવા બરાબર છે. ત્રીજી સમસ્યા છે ઃ ગર્ભ-હત્યાની. આજે ગર્ભ-હત્યા જે ઝડપથી વધી રહી છે, એ પણ ચિંતાનો વિષય છે, ગંભીર સ્થિતિ છે. આશ્ચર્ય થાય છે, મોટાં શહેરોમાં (ગર્ભપાત માટેનાં) દવાખાનાં ખૂલી રહ્યાં છે, તેમાં ગર્ભહત્યાનું એક ચક્ર જ ચાલી રહ્યું છે. અમેરિકામાં એક ફિલ્મ બની છે ઃ ‘સાયલેન્ટ ક્રાઈમ.' આ ફિલ્મે અમેરિકામાં હાહાકાર મચાવી દીધો છે. એમાં બતાવાયું છે કે, ગર્ભહત્યાથી શું થાય છે. ત્રણ જ માસના ગર્ભને જ્યારે મારવામાં આવે છે, ત્યારે તે રડે છે, કણસે છે અને બૂમાબૂમ કરે છે. એટલું કરુણ-દૃશ્ય કે માનવી જોતાં જ ધ્રૂજી ઊઠે છે. અમેરિકન સરકારે ગર્ભહત્યા પર પ્રતિબંધ લગાવી દીધો. તેમ છતાંયે આજે પણ ગર્ભપાતનો પ્રશ્ન દરેક દેશ અને સમાજની સામે એક ગંભીર પડકાર બનીને ઊભો છે. પર્યાવરણ-વિજ્ઞાનનું રહસ્ય જીવનશૈલીના સંદર્ભમાં, ‘અ-કારણ હિંસાથી બચો' એ ભગવાન મહાવી૨નો દૃષ્ટિકોણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એ માન્યું કે, હિંસા જીવનની અનિવાર્યતા છે, પરંતુ માનવી વિવેકથી કામ લે તો અ-કારણ હિંસાથી બચી શકાય છે. જ્યાં અ-કારણ હિંસાની વાત આવે છે, ત્યાં પર્યાવરણ-પ્રદૂષણની વાત પણ આવે છે જ. આ પર્યાવરણની સમસ્યા અ-કારણ હિંસાથી ઉપજેલી સમસ્યા છે. પ્રાચીન કાળમાં કહેલું છે : પંદર કર્માદાનથી બચો, તેનો ત્યાગ કરો. આ આંદોલન ચાલી ગયું. મોટાં મોટાં કારખાનાં ન ખોલો, લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપો. મોટાં મોટાં કારખાનાં મોટા ભયનું કારણ બનશે. મહાત્મા ગાંધીએ વિકેન્દ્રિત અર્થ-વ્યવસ્થા અને વિકેન્દ્રિત શાસન-સત્તા પર જે ભાર મૂક્યો છે, તે Jain Education International લોકતંત્ર ઃ નવી વ્યક્તિ, નવો સમાજ ` ૧૩૭ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy