SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ કમદાન-નિષેધ અથવા પર્યાવરણ-વિજ્ઞાનની મહત્ત્વપૂર્ણ ફોર્મ્યુલા બની શકે છે. પ્રસાધન સામગ્રીનો વિવેક જીવનશૈલીનું એક મહત્ત્વપૂર્ણ અંગ હોવું જોઈએ, કે ક્રૂરતાપૂર્ણ રીતે તૈયાર કરાયેલી ફર પ્રસાધન સામગ્રીનો ઉપયોગ ન કરવો. કેટલાક લોકો ફરની ટોપી પહેરે છે. શું તેઓ એ નથી જાણતા કે આ ટોપીઓ શેમાંથી બને છે ? ન જાણે કેટલાંયે પ્રાણીઓની હત્યા કરીને આ ટોપીઓ બનાવવામાં આવે છે. આજે કેટલીક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે, જે અમેરિકા, યુરોપ, હિન્દુસ્તાન, વગેરે દેશોમાં સક્રિય છે, જે એ વાત પર ભાર મૂકે છે કે, ક્રૂરતાપૂર્ણ પ્રસાધન સામગ્રીના ઉત્પાદનને બંધ કરી દેવાય. - આજની બદલાયેલી પરિસ્થિતિઓમાં અહિંસાને સમજવા માટે આ બધા સંદભોને સમજવા પડે. હિંસાએ શાં રૂપ ધયાં છે અને તે કઈ રીતે વ્યક્ત થઈ રહી છે, તેના પર ધ્યાન આપવું જરૂરી છે. શુદ્ધ જીવનશૈલીમાં વિશ્વાસ રાખનાર અહિંસાને આ સ્વરૂપે અપનાવે, હિંસાની આ ભભકતી જ્વાળામાં કોઈ શીતળ જળનો છંટકાવ કરનાર મળી આવે- જન્મે. જેનાથી હિંસાની ગરમી કંઈક ઓછી થાય, આ આગ ચારે બાજુ ન ફેલાય. અહિંસા દ્વારા હિંસાનું શમન' આ ક્રમ જો ચાલતો રહેશે. તો એકવીસમી સદીમાં શ્વાસ લેનાર માણસો અહિંસક સમાજની નવરચનાના સ્વપ્નને સાકાર કરી શકશે. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૧૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy