________________
અહંની સમસ્યા
નિદાનનું પહેલું પરિણામ એ હશે કે : અહંની સમસ્યાએ સમાજને રૂણ બનાવવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. જેટલાં પણ- પ્રદર્શન ચાલે છે તે તમામ જ અહં માટે જ ચાલે છે. વ્યક્તિ પોતાની મોટાઈ બતાવવામાંથી- તેના પ્રદર્શનમાંથી ઊંચી નથી આવતી. જે મકાનમાં ૧૦૦ માણસ રહી શકે, તેવું ભવ્ય-મોટું મકાન બનાવીને તેમાં રહે છે ફક્ત ત્રણ કે ચાર જ માણસો ! આમ વ્યક્તિના આવડા મોટા મકાનના પ્રદર્શન પાછળ, અહં ભાવના છે. એક વ્યક્તિએ એક કરોડનો પોષાક પહેર્યો તો બીજી વ્યક્તિએ આઠ કરોડનો પોષાક પહેર્યો. આ બંનેમાં અહમૂનું જ પ્રદર્શન માત્ર છે. સમાચારપત્રમાં વાંચ્યું. સંન્યાસ લેનાર એક ક્તિનો પોષાક છાસઠ લાખનો હતો. આ બધું શા માટે ? આ બધાં કાર્યો અહપ્રેરિત થઈ રહ્યાં છે. આ એવી દોડ છે જેણે આવશ્યકતાને ગૌણ બનાવી દીધી અને અનુપયોગિતા તેમજ પ્રદર્શનને મુખ્ય બનાવી દીધાં. જીવનની સામાન્ય જરૂરિયાતો તો ઓછી આવકવાળો, લખપતિ અને કરોડપતિ બધાયે પૂરી કરે છે. દરેક માનવી રોટલી ખાય છે, કોઈ સોનું-ચાંદી ખાતો નથી જ. એટલી આવશ્યકતાની પૂર્તિ દરેક વ્યક્તિ કરી શકે છે. પરંતુ અહંની ચેતનાથી પ્રભાવિત વ્યક્તિ વિચારે છે કે દુનિયાના ધનપતિઓની યાદીમાં સહુથી પ્રથમ નામ મારું જ આવે. આ સ્પર્ધા છે. આ અહંની સમસ્યાએ જગતની સમસ્યા પર પડદો પાડી દીધો અને એને વધારે ગૂંચવી દીધી.
વ્યક્તિવાદી દષ્ટિકોણ
બીજી સમસ્યા છે, વ્યક્તિવાદી દષ્ટિકોણ. વ્યક્તિ કેવળ પોતાના અને પોતાનાંઓ માટે જ વિચારે છે. એક સીમા-હદ બંધાઈ ગઈ કે મારા માટે તથા મારાં સ્વજનો માટે તમામ સુવિધાઓ પ્રાપ્ત કરવી છે. આ ખોટો દૃષ્ટિકોણ બની ગયો. દુકાનદાર માલ વેચશે ભેળસેળ કરીને, પણ. પોતાના વાપરવા માટે ખરીદશે શુદ્ધ- ભેળસેળ વગર. કારણ શું ? પોતાના માટે અને પોતાનાં સ્વજનો માટે સુવિધા મેળવવાનો દષ્ટિકોણ કામ કરે છે. પોતાના માટે જુદું અને બીજાંના માટે જુદું. આ ભાગલાવાદી દષ્ટિકોણ સમાજને બહુ રુણ બનાવ્યો છે. સમસ્યાગ્રસ્ત બનાવ્યો છે.
ભોગવાદી દૃષ્ટિકોણ
ત્રીજો પ્રશ્ન છે : ભોગવાદી દૃષ્ટિકોણ. માણસ પ્રત્યેક પદાર્થને ભોગવવા ઇચ્છે છે. વર્તમાનની આર્થિક વ્યવસ્થા અને અવધારણાએ વ્યક્તિને ભોગવાદી બનાવી દીધી છે. ખૂબ કમાઓ અને ખૂબ ભોગવો. ઉત્પાદન અધિક, ઉપજ અધિક અને ભોગ પણ અધિક આ ત્રણે જીવનનાં
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ u ૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org