________________
પદ્ધતિ:
શિક્ષણ પદ્ધતિના અનેક વિકલ્પો મળી આવે છે. વ્યાખ્યાવિધિ, વાદ-વિવાદવિધિ, તર્કવિધિ, પ્રશ્નવિધિ વગેરે. આપણી દષ્ટિએ શિક્ષણપદ્ધતિ સમન્વિત હોવી જોઈએ. એમાં સિદ્ધાંત અને પ્રયોગ- બંનેનું સંતુલન જરૂરી છે. માત્ર સિદ્ધાંતથી જ્ઞાન વિકસિત થાય છે, કામ કરવાની શક્તિ (કર્મજાશક્તિ) અને ચારિત્ર્યનો વિકાસ થઈ શકતો નથી.
સામગ્રીઃ શિક્ષણ સામગ્રીનાં ચાર મહત્ત્વપૂર્ણ અંગ છે : (૧) ઉદ્દેશની પૂર્તિ કરનારાં પુસ્તકો. (૨) ઉદ્દેશની દિશામાં સહાયક શિક્ષક. (૩) ઉદ્દેશની પૂર્તિમાં સહાયક વાતાવરણ. (૪) ઉદ્દેશની પૂર્તિમાં પ્રેરક બનનારા અભિભાવકો.
શિક્ષણનાં આ ચારેય પદો વાતાવરણને અહિંસક બનાવવામાં સક્ષમ છે. આના આધારે જ અહિંસક સમાજરચનાનાં સ્વપ્નો સજાવી શકાય છે.
સામાજિક જીવનનો મૂળ આધાર
સામાજિક જીવનનો મૂળ આધાર છે - શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ. તે અહિંસા દ્વારા જ સંભવી શકે. વર્તમાન શિક્ષણપ્રણાલીમાં અહિંસાની માનસિક સંરચનાનાં તત્ત્વો બહુ ઓછાં છે. આ અતિઅલ્પમાત્રા પ્રભાવશાળી ઢંગથી કામ નથી કરી શકતી. એટલા માટે જ શિક્ષણની પુનર્વ્યવસ્થાની જરૂરિયાત સતત અનુભવાઈ રહી છે. શિક્ષણ-સંસ્થાઓમાં પણ હિંસાત્મક પ્રવૃત્તિઓ વધી રહી છે. તોડ-ફોડની ઘટનાઓ સામાન્ય વાત બની ગઈ છે. માદક વસ્તુઓનો વપરાશ વધતો જાય છે. આ પ્રકારના શૈક્ષણિક વાતાવરણમાં અહિંસક સમાજરચનાની કલ્પના જ કઈ રીતે કરી શકાય ?
હિંસાના પ્રકાર
અહિંસક સમાજ અને અહિંસક વ્યક્તિ આ બંને સાપેક્ષ શબ્દો છે. જીવનયાત્રા સાથે હિંસા વણાયેલી છે. આ સ્થિતિમાં અહિંસક સમાજ અને અહિંસક વ્યક્તિની કલ્પના કરવી શું શક્ય છે ? આ મૂંઝવણનો ઉકેલ મેળવવા માટે “સાપેક્ષ' શબ્દની વ્યાખ્યા કરવી જરૂરી છે. ભગવાન મહાવીરે હિંસાના બે પ્રકાર વર્ણવ્યા છે :
(૧) અર્થહિંસા : પ્રયોજનવશ થતી હિંસા.
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org