________________
દષ્ટિકોણની હોય. આપણા ધર્મસંઘોમાં આવા પ્રશ્નો ઉપર પૂર્ણ ગંભીરતાથી ચિંતન થતું જ રહે છે. આચાર્ય મહાપ્રજ્ઞ શાશ્વત મૂલ્યો ઉપર જેટલું વિચારે છે, તેટલું જ યુગકાલીન પ્રશ્નો વિષે પણ વિચારે છે. તેઓની અંતર્દષ્ટિ જાગૃત છે. કેવળ અધ્યયન (અભ્યાસ)ના બળે જ નહિ, પોતાની પ્રજ્ઞાના બળે તેઓએ આ યુગના પ્રશ્નોનું સમાધાન શોધ્યું છે. શોધની પરમ્પરા ચાલુ જ છે. “લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ મહાપ્રજ્ઞજીના આવા જ નિબંધોનો સંગ્રહ છે. પ્રસ્તુત કૃતિ પોતાના વાચકોને પોતાના યુગની સમસ્યાઓનું સમાધાન શોધવામાં મદદરૂપ બને, તેમના જ્ઞાનને જાગૃત કરે, ત્રીજા નેત્રને ખોલી આપે અને તેમની ચેતનાને ઢંઢોળે તો આ પુસ્તકના સર્જન પાછળ અને તેના સંકલન પાછળ વીતાવેલી પળો સાર્થક થઈ લેખાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org