________________
( પ્રસ્તુતિ
|
ગણિતની ભાષામાં એક અને એક મળીને બે બને છે. વ્યવસ્થાની ભાષામાં એક અને એકનો યોગ તંત્ર બને છે. તંત્ર પર (બીજા)ના સાપેક્ષમાં રચાય છે. જો માનવી પરતંત્ર, બીજાના તંત્ર (તાબા)માં ન હોય તો તેને સ્વતંત્ર- પોતાના તંત્ર (વ્યવસ્થા)ની અપેક્ષા નથી રહેતી.
સમાજ અને તંત્ર બંને વચ્ચે ગાઢ સંબંધ છે. સમાજની કોઈપણ વ્યક્તિ અસીમ ન રહી શકે. દરેક વ્યક્તિ માટે સીમાની (હદની) જરૂર છે, અને સીમાને જાળવી રાખવા માટે જરૂરી છે વ્યવસ્થાતંત્ર. કુળવ્યવસ્થાથી શરૂ કરીને લોકતંત્ર સુધી તંત્રની લાંબી યાત્રા રહી છે. વર્તમાન કાળનું ચિંતન છે કે, તંત્રના ઇતિહાસમાં લોકતંત્ર સર્વોત્તમ વિકલ્પ છે. શું વાસ્તવમાં લોકોનું તંત્ર છે ? આ યક્ષ પ્રશ્નનો ઉત્તર કોણ આપશે ?
આ અનુત્તરની પળોમાં નથી પ્રાચીન મનુષ્યનું અસ્તિત્વ કે નથી નવા મનુષ્યનો જન્મ થયો. નથી જૂનો સમાજ શ્વાસ લઈ રહ્યો કે નથી નવા સમાજનું બીજ અંકુરિત થયું. આવા સંધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org