________________
લોકતંત્રની સમસ્યા
લોકતંત્રની પોતાની કેટલીક સમસ્યાઓ છે. સૌથી પ્રથમ સમસ્યા છે : અક્ષમતાનું શાસન. કારણ એ છે કે, પ્રકૃતિમાં એક એવી વાત સમાઈ ગઈ છે, કે જ્યાં સમાનતાની વાત આવે છે ત્યાં વ્યક્તિ સંખ્યાને વિશેષ મહત્ત્વ આપે છે, ગુણવત્તાને ઓછું. એના ઉપર ધ્યાન કેન્દ્રિત નથી થયું. બધા ગુણવાન આવ્યા, પરંતુ આ જ ચિંતન પ્રબળ રહ્યું- સંખ્યામાં સહુથી વધારે હોય. ચૂંટણીમાં બે ઉમેદવાર ઊભા હોય. એક ઉમેદવાર ચરિત્રવાન, ગુણવાન છે, ભ્રષ્ટાચાર નથી કરતો, કામમાં અનૈતિક રીતરસમો નથી અપનાવતો, જૂઠાં આશ્વાસન નથી આપતો. બીજો ઉમેદવાર તમામ પ્રકારનાં તિકડમો અને રીતરસમો જાણે છે. વોટ્સ મેળવવામાં તીકડમબાજ ઉમેદવાર જ સફળતા મેળવે છે. તે વધારે મત મેળવે છે અને લોકતંત્રનો રક્ષક બની જાય છે. જ્યાં આ પ્રકારની પ્રવૃત્તિ છે, ત્યાં સંખ્યાને વધારે મહત્ત્વ મળે છે, ગુણવત્તાને નહીં. જ્યાં ગુણવત્તાને મહત્ત્વ નથી, ત્યાં અક્ષમ-અયોગ્ય વ્યક્તિ પણ મુખ્ય બની જાય છે. દશ જ સક્ષમ વ્યક્તિઓ શાસનને ખૂબ જ સુંદર રીતે ચલાવે છે, પરંતુ સો અક્ષમ વ્યક્તિઓ પણ શાસનને સંભાળી શકતી નથી. લોકતંત્રની સાથે જે અક્ષમતાનો ભાવ જોડાયેલો છે, જે અક્ષમતાનો શાપ લાગેલ છે તેમાં સંખ્યાને જ પ્રાધાન્ય છે, ગુણવત્તાને કોઈ અવકાશ જ નથી. અને લોકતંત્રની આ એક દુર્બળતા, સમસ્યા છે.
વિકેન્દ્રિત જવાબદારી
લોકતંત્રની બીજી સમસ્યા છે ? વિકેન્દ્રિત જવાબદારી. જે કેન્દ્રિત નથી. એક રાજા હોય અને કોઈ સમસ્યા માટે નિર્ણય લેવાનો હોય, તો પાંચ જ મિનિટમાં નિર્ણય લઈ શકે છે. પરંતુ આજે લોકતંત્રમાં કોઈ સમસ્યા માટે શું આટલો ત્વરિત નિર્ણય લઈ શકાય છે ? નિર્ણય આવતાં આવતાં ફોઈલોની સંખ્યા વધતી જાય છે. જવાબદારી કેન્દ્રિત નથી, એ મોટી સમસ્યા છે લોકતંત્રની.
ભષ્ટાચાર
લોકતંત્રની ત્રીજી અગત્યની સમસ્યા છે : ભ્રષ્ટાચારની. લોકતંત્રમાં ભ્રષ્ટાચારને પૂરતો અવકાશ છે. આશ્વાસનોના આધારે મત મેળવાય છે. મત મેળવનાર જાણે છે કે, આપેલાં વચનો, આશ્વાસનો પૂરાં થવાનાં નથી.
જ્યારે વ્યક્તિ જીતી જાય છે, ત્યારે તે મતદારોને ખુશ કરવા એવાં કામો કરે છે, જે ખરેખર કરવા યોગ્ય નથી હોતાં. પરિણામે ભ્રષ્ટાચારને ફાલવાફૂલવાનો અવકાશ મળી રહે છે.
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ | ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org