SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) વિસર્જનની મનોવૃત્તિનું પ્રશિક્ષણ. (૨) અસંગ્રહનું પ્રશિક્ષણ. (૩) વિ-કેન્દ્રિત અર્થવ્યવસ્થાનું પ્રશિક્ષણ. (૪) અર્થ-શાસ્ત્ર અને વિશ્વશાંતિ. (૫) અર્થશાસ્ત્ર અને સ્વસ્થ સમાજ. (૬) અર્થ-અર્જનમાં પ્રામાણિકતાનું શિક્ષણ. (૭) સમાન-વહેંચણીની મનોવૃત્તિનું શિક્ષણ. (૮) ઉપભોગની વધારે પડતી લાલચનું નિયમન અને ઉપભોગના સીમાકરણનું પ્રશિક્ષણ. અહિંસક સમાજ અથવા સ્વસ્થ સમાજની રચના માટે શારીરિક, માનસિક, ભાવાત્મક અને આર્થિક સ્વાથ્ય તમામનું યોગદાન જરૂરી છે. અહિંસાનું પ્રશિક્ષણ આ બધા પર આધારિત છે. અહિંસા પ્રશિક્ષણઃ આધાર અને પ્રયોગભૂમિ અહિંસા પ્રશિક્ષણની પદ્ધતિનો મૌલિક આધાર છે અહિંસક વ્યક્તિત્વનો વિકાસ. આ માટેની ચાર પ્રયોગભૂમિઓ છે ? (૧) પારિવારિક જીવન (૨) સામાજિક જીવન (૩) રાષ્ટ્રીય જીવન (૪) આંતરરાષ્ટ્રીય જીવન. પ્રત્યેક માનવી માનસિક અને પ્રાદેશિક સીમાડામાં વિભક્ત છે. અહિંસા માટે અવિભક્ત અથવા અખંડ વ્યક્તિત્વની અપેક્ષા છે. આ અપેક્ષાની પૂર્તિ માટે પ્રશિક્ષણને બહુમુખી કરવું પડશે. વ્યક્તિને (પાયાને) ભૂલી જઈને અહિંસક સમાજ રચવાની વાત કરવી તે ભ્રાંતિ જ છે. તે જ રીતે અહિંસક સમાજની રચના સિવાય, એકલા અહિંસક વ્યક્તિત્વનો વિકાસ પણ ભ્રમણા જ છે. વ્યક્તિનું નિર્માણ સમાજ-સાપેક્ષ અને સમાજનું નિર્માણ વ્યક્તિ આપેક્ષ છે. આ બંને સત્યોને નજરમાં રાખીને જ અહિંસાના પ્રશિક્ષણની વાતને આગળ વધારી શકાશે. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ૧૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy