________________
અહિંસાનું પ્રશિક્ષણ અને જીવનમૂલ્ય
મૂલ્યોની સમસ્યા એક જાગતિક સમસ્યા છે. મૂલ્યોનો હાર થઈ રહ્યો છે. પ્રત્યેક ચિંતનશીલ વ્યક્તિ આ અંગે વ્યાકુળ છે. મૂલ્યોની પ્રતિષ્ઠા જળવાય, તે દરેકની અપેક્ષા છે, આકાંક્ષા છે. મૂલ્યોનું પતન શા માટે થઈ રહ્યું છે તે સંશોધનનો વિષય છે. તે પુનઃ પ્રતિષ્ઠિત કેવી રીતે થાય તે આપણા કર્તવ્યનો વિષય છે. અસીમ આર્થિક મહત્ત્વાકાંક્ષા અને સુખ-સુવિધાવાદી દષ્ટિકોણ મૂલ્યોના હાસનું કારણ છે. યેન-કેન-પ્રકારેણ સાધનો મેળવવાની મનોવૃત્તિ અને મૂલ્યોની પ્રતિષ્ઠા, બંને એકસાથે ન ચાલી શકે. સાધનશુદ્ધિનો વિચાર જેટલો ક્ષીણ થાય, મૂલ્યોનું સ્તર એટલું જ નીચે આવી જાય છે. નૈતિક મૂલ્ય અને આધ્યાત્મિક મૂલ્ય બંને સાધન-શુદ્ધિ સાથે અનિવાર્ય રીતે જોડાયેલાં છે. આ બંને મૂલ્યો સિવાય, માનવીય મૂલ્યોની સ્પષ્ટ વ્યાખ્યા શકય નથી.
સમ્યક દર્શન
અપરિગ્રહ અને અહિંસા આધ્યાત્મિક મૂલ્યો છે. પ્રામાણિકતા અથવા ઈમાનદારી નૈતિક મૂલ્યો છે. એમની પ્રતિષ્ઠા સાધન-શુદ્ધિ સાપેક્ષ દૃષ્ટિકોણ થયા પછી જ કરી શકાય છે. આ અર્થમાં કહેવાય કેઃ અનેકાન્ત અથવા સાપેક્ષ દષ્ટિકોણ મૂલ્યોનું મૂલ્ય છે. તે સમ્યગુ દર્શન છે. એના વિના સમ્યક્ આચારની કલ્પના ન થઈ શકે. અહિંસાના પ્રશિક્ષણની આધારભૂમિ સમ્યગું દર્શન છે. દષ્ટિકોણને બદલ્યા સિવાય અહિંસાના વિકાસનો પ્રયત્ન એવો જ છે, જેમ કોઈ માનવી બીજ વાવ્યા વગર જ પાક પેદા કરવાની ઇચ્છા રાખે. શું આપણો દષ્ટિકોણ ધન અને ધન-સંગ્રહ પ્રત્યે યથાર્થવાદી છે ? શું આપણો દષ્ટિકોણ વસ્તુ અને વસ્તુના ઉપભોગ માટે યથાર્થવાદી છે ? જો હા, તો અહિંસાના પ્રશિક્ષણ દ્વારા અહિંસાના બીજની વાવણી થઈ શકશે.
આકર્ષણનું કારણ
વર્તમાન વિશ્વ એકાંગી દષ્ટિકોણની સમસ્યામાં અટવાયેલું છે. આર્થિક અને ભૌતિક વિકાસની એકાંગી અવધારણાએ હિંસાના
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org