________________
અહિંસાનું પ્રાણતત્ત્વ
અહિંસાનું પ્રાણતત્ત્વ કયું છે ? આ પ્રશ્નનો પ્રત્યુત્તર જો મારે આપવાનો હોય, તો જવાબ છે : હૃદય-પરિવર્તન. આ તત્ત્વ વગર અહિંસાની કલ્પના પણ શક્ય નથી. આનો પર્યાયવાચી શબ્દ હોઈ શકે ? ભાવાત્મક-પરિવર્તન. હૃદય આપણા શરીરનું એવું ક્ષેત્ર છે, જ્યાં ભાવનાઓ જન્મ લે છે અને તે વાણી, મન અને શરીરને પ્રભાવિત કરે છે. આયુર્વેદ-શાસ્ત્રાનુસાર હૃદય બે છે ? એક ફેફસાંની નીચે અને બીજું મસ્તિષ્કમાં. પ્રેક્ષાધ્યાનની પદ્ધતિ પ્રમાણે મસ્તિષ્કીય હૃદયની ઓળખાણ અવચેતક (હાઈપોથેલેસમ) તરીકે કરવામાં આવે છે. તે ભાવ-ધારાનો ઉગમ સ્રોત છે. ત્યાં ભાવ જન્મ લે છે, અભિવ્યક્ત થાય છે. શરીરવિજ્ઞાન અનુસાર અન્તઃસ્ત્રાવી ગ્રંથિઓ મનુષ્યના વ્યવહારો અને આચરણોને પ્રભાવિત કરે છે. આ ગ્રંથિઓમાં મુખ્ય ગ્રંથિ છેઃ પીયૂષગ્રંથિ. એનું નિયામક છે ઃ અવચેતક (હાઈપોથેલેમસ).
હિંસાની ઉપજના સંદર્ભ હિંસા પેદા થવાના સંદર્ભો અનેક છે ? (૧) અસંતુલિત સમાજવ્યવસ્થા. (૨) અ-સંતુલિત રાજનૈતિક વ્યવસ્થા. (૩) શસ્ત્રીકરણની સમસ્યા. (૪) જાતિય અને રંગભેદની સમસ્યા. (૫) સાંપ્રદાયિક સમસ્યા. (૬) માનવીય સંબંધોમાં અસંતુલન (૭) આર્થિક સ્પર્ધા અને અભાવ. (૮) માનસિક તનાવ. (૯) વૈચારિક મતભેદ. (૧૦) ભાવાત્મક અસંતુલન.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ ૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org