________________
આંતરિક મૂલ્ય. બાહ્યમૂલ્ય સાધન સ્વરૂપે હોય છે. પદાર્થનું મૂલ્ય બાહ્યમૂલ્ય છે. ભૂખ લાગે છે, ત્યારે રોટલીનું મૂલ્ય હોય છે. આ પદાર્થ-સાપેક્ષ મૂલ્ય છે. ભૂખ હોય ત્યારે રોટલીનું મૂલ્ય વધારે છે અને, ભૂખ ન હોય ત્યારે રોટલીનું મૂલ્ય ઘટી જાય છે. રાજસ્થાનની પ્રખ્યાત કહેવત છે, ભૂખ મીઠી કે તાપસી ?” ભૂખ જ મીઠી હોય છે. આમ આ બાહ્યમૂલ્ય- સાધન મૂલ્ય- બદલાતાં રહે છે. જ્યારે જરૂર હોય છે. સાધન સ્વરૂપે કામમાં આવે છે અને જ્યારે જરૂર નથી હોતી, આ મૂલ્યો બહુ મૂલ્યવાન નથી રહેતાં. અનેકાંતની દૃષ્ટિએ વિચારતાં આ મૂલ્યો છે પણ અને નથી પણ. આવશ્યકતા ને ઉપયોગિતા છે, તો મૂલ્ય છે. આવશ્યકતા અને ઉપયોગિતા નથી તો મૂલ્ય નથી. મૂલ્યનો આધાર છે : ઉપયોગિતા. એક માનવી પગમાં ઠેસ વાગે. તેના માટે ઘોડી વૈશાખીનું મહત્ત્વ ઘણું છે. કેટલાક દિવસ દવા લીધી. અને પગ ઠીક થઈ ગયો, ત્યાર પછી તે વ્યક્તિ પાસે ઘોડી લઈ જવામાં આવે, તો તે કહેશે, “વચ્ચે આ ડખો કોણે ઊભો કર્યો ?' પદાર્થ-સાપેક્ષ મૂલ્યનો આ એક નિયમ છે.
જે આંતરિક મૂલ્યો છે, આચાર અને ચારિત્ર સાથે સંબંધિત મૂલ્યો છે, તે સાધ્ય-મૂલ્ય છે, સાધન-મૂલ્ય નથી. અહિંસા, અચૌર્ય, સત્ય, વગેરે સાધ્ય મૂલ્યો છે. એમના માટે એવું નથી કે ક્યારેક તેમની જરૂર હોય છે, ક્યારેક જરૂર નથી હોતી. એમને જીવનમાં હંમેશાં પ્રાપ્ત કરવાનાં હોય છે, સદાયે તેમનો વિકાસ કરવાનો હોય છે. આ મૂલ્યો જ જીવનને હંમેશાં ઉન્નત બનાવે છે. વ્યક્તિ અને સમાજના વિકાસમાં આ સાધ્ય-મૂલ્યો જ મદદરૂપ બને છે. એટલા માટે જ દરેક ક્ષેત્રમાં મૂલ્યોની ચર્ચા છે.
મૂલ્યોનું વર્ગીકરણ જીવનવિજ્ઞાનમાં મૂલ્યોનું વર્ગીકરણ આ પ્રકારે કરવામાં આવેલું છે ?
(૧) સામાજિક મૂલ્ય : કર્તવ્યનિષ્ઠા અને સ્વાવલંબન આ સામાજિક મૂલ્યો છે.
(૨) બૌદ્ધિક મૂલ્ય : સત્ય, સમન્વય, સંપ્રદાય નિરપેક્ષતા અને માનવીય એકતા- આ બૌદ્ધિક મૂલ્યો છે.
(૩) માનસિક મૂલ્ય : માનસિક સંતુલન અને શૈર્ય એ માનસિક મૂલ્યો છે.
(૪) નૈતિક મૂલ્ય : પ્રામાણિકતા, કરુણા અને સહઅસ્તિત્વ એ નૈતિક મૂલ્યો છે.
(૫) આધ્યાત્મિક મૂલ્ય : અનાસક્તિ, સહિષ્ણુતા, મૃદુતા, અભય અને આત્માનુશાસન આ આધ્યાત્મિક મૂલ્યો છે.
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૪પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org