________________
‘અસોચ્ચા કેવલી’નું નિદર્શન મળે છે. જે વ્યક્તિએ ક્યારેય ધર્મને સાંભળ્યો નથી, તે પોતાની આંતરિક વિશુદ્ધ પ્રખરતાથી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. અણુવ્રત એવો ધર્મ છે, જે આંતરિક વિશુદ્ધિ અને આચાર-શુદ્ધિનો પ્રકલ્પ છે. જો આનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે, તો એક નવી ક્રાંતિ થઈ શકે છે. ધર્મનિરપેક્ષ રાજ્યનું સ્વપ્ન અને તેની અવધારણા અણુવ્રત જેવા સાર્વભૌમ ધર્મ માટે એક ફળદ્રૂપ ભૂમિ છે, આ સત્યની સ્વીકૃતિ ધર્મ-નિરપેક્ષ રાજ્યના સંદર્ભમાં પેદા થનારી સમસ્યાઓનું સમાધાન બની શકે છે.
Jain Education International
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ` ૫૯
For Private & Personal Use Only
www.jainelibrary.org