________________
જાપાનમાં લોકતંત્રીય પ્રણાલી છે, ત્યાં પણ આર્થિક ગોટાળા ! અર્થનો સાણસો એટલો મજબૂત છે કે મોટામાં મોટા માણસને પણ પોતાની પક્કડમાં લઈ લે છે. શું ભારતના લોકતંત્રનો સૂર્ય આ રાહુ-ગ્રાસથી મુક્ત છે ? પૂર્વ અને પશ્ચિમમાં શું સત્તાની સ્થિતિ બદલાઈ નથી ? લોકો આશ્ચર્ય પામીને બોલે છે : પહેલાં કેવી સ્થિતિ હતી અને હવે સત્તા આવ્યા પછી કેવી સ્થિતિ થઈ ગઈ ! ” આ આશ્ચર્યકારક પરિવર્તન અને તેનાથી પેદા થનારા પ્રશ્નો સમાધાન મેળવ્યા વગર જ મૌન બની જાય છે.
પ્રશ્ન છે શૌચધર્મનો
અવારનવાર સાંભળવા મળે છે કે, “અમે ભ્રષ્ટાચારનો વિરોધ કરીશું.” આ અવાજ સાંભળવામાં ખૂબ મીઠો લાગે છે, પરંતુ શું કોઈએ તેની ઊંચાઇ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે?
શાસકે ઈન્દ્રિયજયી હોવું જોઈએ. ચાણક્યના આ સૂત્રને આજના પદાર્થવાદી અને સુવિધાવાદી યુગમાં ઝાઝી મહત્તા આપવામાં નથી આવતી. પરંતુ તેમાં રહેલી સચ્ચાઈને નકારી શકાય નહિ. તમામ શાસકો જનકવિદેહીની પ્રતિકૃતિ તો ન બની શકે, તેવી કલ્પના પણ અતિકલ્પના કહેવાય, પરંતુ શાસકમાં ત્યાગનાં થોડાં બીજ અંકુરિત થવાં જોઈએ. આ ભાવનાને આધાર રહિત, શૂન્ય ન કરી શકાય, નકારી ન શકાય. લોકતંત્રના હાલના શાસકો અને પ્રશાસકોના હાથમાં અસીમ અધિકારો છે. અધિકારોની બાબતે પ્રાચીન કાળના રાજાઓ પણ એમની આગળ વામણા લાગે છે. આટલા બેહદ અધિકારો મેળવવા તે વરદાન છે ? ચૂંટણી-પ્રક્રિયાનું. શું ત્યાગને ધારણ કર્યા સિવાય એને પચાવી શકાય ખરો ? મનુએ ઠીક જ કહ્યું છે : “અર્થશુચિઃ શુચિઃ |’ શુચિ એટલે પવિત્ર. અથતું પવિત્ર વ્યક્તિ તે છે જે અર્થની બાતમાં પવિત્ર હોય. આ પવિત્ર ધર્મની સતતુ ઉપેક્ષા કરાઈ રહી છે. લોકસભા, રાજ્યસભા કે વિધાનસભાના સભ્યોની જીવનશૈલીને વિચારીને તેમનાં ભથ્થાં વધારવા જોઈએ, અને આ આકાંક્ષા પૂરી કરવામાં આવે છે. પરંતુ આ સભ્યોના પવિત્ર વિચારધર્મમાં વિકાસ થવો જોઈએ. આ અવાજ ક્યારેય ઊઠતો નથી, કદાચ ઊઠતો પણ હોય કોઈ એકલવાયા ખૂણામાં, તો ત્યાં કોઈ જ સાંભળનાર નહિ હોવાથી તે ધીમે ધીમે મંદ થઈને ક્ષીણ થઈ જતો હશે. વર્તમાનનો આદર્શ
આજે આપણે વિચારી પણ નથી શકતા કે આજનો શાસક ચાણક્યની માફક ઝૂંપડીમાં રહે, જીવે. જનકવિદેહી અને ચાણક્યને ભૂતકાળની કથા માનીને વર્તમાનના પટલ પર રેખાંકિત ન કરી શકાય. શું
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org