________________
વર્તમાનનો પોતાનો આગવો આદર્શ ન હોઈ શકે ? શું નૈતિક મૂલ્યો અને જીવનમૂલ્યોને લખવા માટે આજના માનવી પાસે કોઈ કાગળ, સ્યાહી અને કલમ નથી ? કદાચ છે, તો આ પ્રશ્ન ઉપર સામૂહિક ચિંતન થવું ઘટે. આ ચિંતન ફક્ત રાજકારણીઓ જ ન કરે. આમાં તેઓ પણ અવશ્ય ભાગ લે, જેઓ મોટા-મોટા ઉદ્યોગપતિ છે, વ્યવસાયી છે અને આ આર્થિક સમસ્યાના વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છે. આ ચિંતનમાં તેમની પણ ભાગીદારી ઓછી મૂલ્યવાન નથી, જેઓ ત્યાગી - તપસ્વીનું જીવન જીવે છે, જેમને અર્થ-સંગ્રહ સાથે, કોઈ સંબંધ નથી.
ગણાધિપતિ શ્રી તુલસીનું સ્વપ્ન
પ્રશ્ન કોઈ એક વ્યક્તિનો કે કોઈ એક દળનો, પક્ષનો નથી, તેમજ કોઈ એક વર્ગનો નથી, પ્રશ્ન છે સંપૂર્ણ સમાજનો અને રાષ્ટ્રનો. એનાથી આગળ વધીએ તો આ પ્રશ્ન સમગ્ર માનવજાતિનો છે. પ્રશ્ન આપણી ધાર્મિક અને આધ્યાત્મિક પરમ્પરાઓનો છે. પ્રશ્ન એ ભારતીય પરમ્પરાનો છે જેની આચારસંહિતાના પાઠ ભણાવવા માટે વિશ્વના લોકોને આમંત્રણ પાઠવામાં આવતું હતું. અણુવ્રતના પ્રણેતા ગણાધિપતિ તુલસીએ એક સ્વપ્ન સજાવ્યું છે કે, વિભિન્ન વર્ગોના ત્યાગી, તપસ્વી અને મનીષીઓ એક સાથે બેસીને આર્થિક મહત્ત્વાકાંક્ષા અને અસીમ વ્યક્તિગત સ્વામિત્વ જેવી સમસ્યાઓ પર સામૂહિક ચિંતન કરે. આ ચિંતન માનવસમાજ માટે જ્યોતિ-સ્તંભ બને તેમ છે. લોકતંત્રને દીર્ઘાયુ અને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે એવા જ્યોતિર્ધીપોની, જે અફાટ સમુદ્રમાં તરી રહેલા તરાપાઓનો સહારો બની શકે...
Jain Education International
લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ I ૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org