________________
મિશ્રણ ન થાય
પ્રાચીન કાળમાં વિધિ અને વ્યવસ્થાના અર્થમાં પણ ધર્મનો પ્રયોગ થતો હતો. એના આધારે કર્તવ્યને પણ ધર્મ કહેવામાં આવતું. ભગવાન મહાવીરે દશ પ્રકારના ધર્મોનું પ્રતિપાદન કર્યું છે : તે વર્ગીકરણમાં ગ્રામ-ધર્મ, નગરધર્મ વગેરે આત્મધર્મથી અલગ ગણ્યા છે. હિન્દુસ્તાનમાં ફેલાયેલ ત્રાસવાદનું મુખ્ય કારણ એ છે કે અહીં સમાજ-ધર્મ અને રાષ્ટ્ર-ધર્મ વિકસી શક્યા નથી. જો તેમનો વિકાસ થયો હોત તો સમાજની વ્યવસ્થા સમાજધર્મના આધારે અને રાષ્ટ્રીય વ્યવસ્થા રાષ્ટ્ર-ધર્મ પ્રમાણે થતી હોત. આત્મ-ધર્મનો ઉપયોગ આત્મ-સાધના માટે થતો હોત. સમાજ-ધર્મ અને આત્મ-ધર્મનું મિશ્રણ ન થયું હોત. આ મિશ્રણને કારણે ના સમાજની અને ન રાષ્ટ્રની વ્યવસ્થા સરખી રીતે થઈ શકી અને ન આત્મ-ધર્મનો ઇચ્છનીય વિકાસ થઈ શક્યો. આચાર્ય ભિક્ષુએ આ બાબતને એક દષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરી છે :
એક શાહુકારની દુકાને સવારે સવારે એક માણસ પૈસા લઈને આવ્યો અને કહ્યું, “શાહજી ! આ પૈસાનો ગોળ આપશો ?” ત્યારે શાહુકારે પૈસાને) નમન કરીને ગલ્લામાં મૂકીને ગ્રાહકને ગોળ આપી રવાના કર્યો. પછી વિચાર્યું “સરસ, તાંબાના પૈસાથી દિવસની શરૂઆત થઈ છે.”
બીજા દિવસે તે જ ગ્રાહક, સવારે સવારે જ, શાહજીની દુકાન ખૂલતાં જ આવ્યો અને રૂપિયાની રોજગી માંગી. દુકાનદારે રૂપિયાને નમસ્કાર કર્યો, અને રૂપિયો ગલ્લામાં મૂકતાં વિચાર્યું. “આજે ચાંદીના સિક્કાનાં દર્શન થયાં.” અને તે પ્રસન્ન થયો.
ત્રીજા દિવસે તે જ ગ્રાહક, સવારે-સવારે જ, ખોટો રૂપિયો લઈને શાહજી પાસે આવીને કહેવા લાગ્યો, “ શાહજી, ! રૂપિયાની ચા છે ? દુકાનદાર સવાર સવારમાં જ ગઈ કાલવાળો જ ગ્રાહક જોઈને મનમાં રાજી રાજી થયો. ઝટ્ટ દઈને રૂપિયો લઈ લીધો, જોયો. જોતાં ખબર પડી. આ તો ખોટો રૂપિયો છે, અંદર તાંબુ અને ઉપર ચાંદી. રૂપિયો જોઈને શાહજીએ નારાજગી વ્યક્ત કરી. મનમાં વિચાર્યું, “સવારે, સવારે જ નકલી રૂપિયાનાં દર્શન થયાં !”
આ બધું જોઈ રહેલો ગ્રાહક બોલ્યો, "શાહજી ! શું કામ નારાજ થાઓ છો ? પરમ દિવસે હું તાંબાના પૈસા લાવેલો ત્યારે તમે સિક્કાને નમન કરેલાં. ગઈ કાલે ચાંદીનો રૂપિયો આપ્યો ત્યારે પણ આપે ચાંદીના સિક્કાને નમસ્કાર કરેલા. આજે આ સિક્કામાં તાંબુ અને ચાંદી બને છે.
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજu૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org