________________
(૧૦) ભાવાત્મક અસંતુલન.
ચૈતન્યકેન્દ્ર-પ્રેક્ષા અને લેશ્યા ધ્યાનનું પ્રશિક્ષણ
(૧૧) વ્યક્તિગત રાસાયણિક અસંતુલન. પ્રેક્ષાધ્યાનના પાંચેય ચરણનું પ્રશિક્ષણ.
વ્યક્તિ અને સમાજ
વર્તમાન ચિંતનની અભિમુખતા સમાજ તરફ વિશેષ છે. વ્યક્તિ ગૌણ છે. સમાજ મુખ્ય છે. સમાજમાં પરિવર્તન, સમાજસુધારો, સમાજનો વિકાસ- ચિંતનનાં આ મુખ્ય બિંદુઓ છે. વ્યવસ્થા અને કાયદાને સામાજિક બનાવી શકાય છે. એમનો સંબંધ વસ્તુ અને દંડશક્તિ સાથે છે. એટલે તેમને બધા ૫૨ સરખી રીતે જ લાગુ કરી શકાય છે. અહિંસાનો સંબંધ હૃદયપરિવર્તન અને અંતર્જગત સાથે છે, તેથી તેને બધા ૫૨ સરખી રીતે લાગુ ના કરી શકાય, સમાજવ્યાપી ન બનાવી શકાય. અહિંસા દંડાત્મક શક્તિનું સ્થાન ન લઈ શકે. એના દ્વારા સમાજનું શાસન ન ચાલી શકે. ઉપરોક્ત વિચાર અહિંસાની દુર્બળતા અને હિંસાના સમર્થન માટે પર્યાપ્ત શક્તિશાળી છે. એના આધારે એ નિષ્કર્ષ કાઢી શકાય, કે સમાજને અહિંસાની અપેક્ષાએ સારી સમાજવ્યવસ્થાની જરૂરત છે.
આ નિષ્કર્ષમાં જે સચ્ચાઈ છે, તેને ખોટી પાડવાનો હું પ્રયત્ન નહીં કરું, પરંતુ સચ્ચાઈની બીજી બાજુ, જેની હંમેશાં ઉપેક્ષા કરવામાં આવે છે તે પ્રસ્તુત કરવા ચાહું છું. વ્યવસ્થા માટે જેટલું ધ્યાન આપવામાં આવ્યું, તેટલું વ્યવસ્થા કરનાર ઉપર, તેનું સંચાલન કરનાર પર ધ્યાન ન અપાયું. વ્યવસ્થા સમાજને માટે હોય છે. તેનું સંચાલન કરનાર વ્યક્તિ હોય છે. વ્યવસ્થા બહુ જ સારી હોય, પરંતુ તે સારી વ્યવસ્થાનું સંચાલન સારી વ્યક્તિના હાથમાં ન હોય, તો પણ પ્રશ્નનો ઉકેલ મળશે નહિ. અનેકાંત અથવા સમગ્રતાનો ષ્ટિકોણ એ છે કે સારી વ્યવસ્થા અને તેનું સંચાલન કરનાર સારી વ્યક્તિ- બંનેનો યોગ. અહિંસાના પ્રશિક્ષણનો મુખ્ય ઉદ્દેશ છે ઃ સારી વ્યક્તિનું નિર્માણ અથવા અહિંસાનિષ્ઠ વ્યક્તિનું નિર્માણ.
-
વ્યક્તિ ગૌણ નથી
વ્યક્તિને અહિંસા દ્વારા પ્રશિક્ષિત બનાવી શકાય છે, સમાજ અથવા રાષ્ટ્રને નહિ જ. આ અવધારણાને સાપેક્ષ દૃષ્ટિથી વિચારી શકાય. વ્યક્તિ અને સમાજને વિભક્ત ન કરી શકાય. વ્યક્તિ સમાજથી પ્રભાવિત થાય છે અને સમાજ વ્યક્તિથી પ્રભાવિત થાય છે. બંનેમાં અન્યોન્ય આશ્રય સંબંધ છે. વ્યક્તિનું અંતર્જગત તેની વૈયક્તિકતા છે, તેનો વિસ્તાર છે : સમાજ.
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ા ૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org