________________
સત્ય ન માનતો હોય. પોતાના જ વિચારોને સવોત્તમ માનનાર વ્યક્તિ બીજાની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ કર્યા વગર નથી રહી શકતી. આ હસ્તક્ષેપની મનોવૃત્તિને બદલવા માટે સ્વતંત્રતાની અનુપ્રેક્ષા બહુ મહત્ત્વની છે, ખૂબ કીમતી છે.
* સાપેક્ષતાઃ
દાર્શનિક પક્ષ : આપણું અસ્તિત્વ સ્વતંત્ર અને નિરપેક્ષ છે, પરંતુ આપણું વ્યકિતત્વ સાપેક્ષ છે. વ્યક્તિત્વની સીમામાં સ્વતંત્રતા પણ સાપેક્ષ છે. તેથી કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ સ્વતંત્ર નથી, અને સ્વતંત્ર નથી માટે સાપેક્ષ છે. વિકાસવાદનું સૂત્ર છે : “જીવનો મૂળ આધાર છે સંધર્ષ.” અનેકાન્તનું સૂત્ર છે : “જીવનો મૂળ આધાર છે પરસ્પરાવલમ્બન’ એક વ્યક્તિ બીજી વ્યક્તિના ટેકે ટકેલી છે.
વ્યવહાર પક્ષ : એકાંગી દૃષ્ટિકોણવાળી વ્યક્તિ પોતાના વિચાર દ્વારા સમાજને ખંડિત કરી નાંખે છે. કોઈ વિચારક, સમાજને જ સર્વસ્વ માને છે, તો કોઈ વિચારક, વ્યકિતને જ સર્વસ્વ માને છે. અનેકાંતનો દષ્ટિકોણ સવગી છે. દરેક પાસાને વિચારે છે. તેના મતે વ્યક્તિ અને સમાજ બંને સાપેક્ષ છે. જો સમાજ જ સર્વસ્વ હોય, તો વ્યક્તિગત સ્વતંત્રતા અર્થહીન બની જાય છે અને વ્યક્તિને જ સર્વસ્વ માની લેવામાં આવે તો સાપેક્ષતાનો કોઈ અર્થ નથી. સ્વતંત્રતાની સીમા છે : સાપેક્ષતા અને સાપેક્ષતાની પ્રયોગ-ભૂમિ છે, વ્યક્તિ અને સમાજ વચ્ચેનો સમ્બન્ધ-સેતુ સમ્પર્ક-સૂત્ર.
માનવીય સમ્બન્ધોમાં જે કટુતા જણાઈ રહેલી છે, તેનું કારણ નિરપેક્ષ દૃષ્ટિકોણ છે, સંકીર્ણ રાષ્ટ્રવાદ અને યુદ્ધ પણ નિરપેક્ષ દૃષ્ટિકોણનાં જ પરિણામ છે. સાપેક્ષતાના આધારે સમ્બન્ધ-વિજ્ઞાનનો વ્યાપક વિકાસ થઈ શકે છે. મનુષ્ય, પદાર્થ, વિચાર, વૃત્તિ અને પોતાના શરીર સાથેનો સંબંધ વગેરેનો વિવેક કરવો અહિંસાના વિકાસ માટે બહુ જ આવશ્યક છે. મનુષ્યો પ્રત્યે ક્રૂરતાપૂર્ણ, પદાર્થ પ્રત્યે આસક્તિપૂર્ણ, વિચારો સાથે આગ્રહપૂર્ણ, વૃત્તિઓ સાથે અસંગત, શરીર સાથે મૂર્છાપૂર્ણ સમ્બન્ધ હશે તો હિંસા અવશ્ય સંભવવાની જ, કોઈ શંકા વગર.
સાધના પક્ષ : એકાંગી અથવા નિરપેક્ષ દૃષ્ટિકોણને બદલવા માટે અભ્યાસ જરૂરી છે. પરિવર્તન જાણવાથી જ નથી આવી જતું, પરંતુ તે માટે દીર્ઘકાળ સુધી અભ્યાસ જરૂરી છે.
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org