________________
પરસ્પર આદરનો વ્યવહાર નથી હોતો, શત્રુ જેવા વ્યવહારો થાય છે. લોકસભા અને વિધાનસભામાં વિપક્ષનું મહત્ત્વપૂર્ણ સ્થાન હોય છે, છતાં તેના માટે આદરનો દૃષ્ટિકોણ ઓછો રહે છે, વિરોધી જેવો વ્યવહાર વધારે થાય છે.
સાધનાપક્ષ :-પ્રતિપ્રક્ષનો સિદ્ધાંત સાર્વભૌમનો નિયમ છે. છતાં માનવી પોતાની સંવેગાત્મક પ્રકૃતિ અને વિરોધી હિતોને કારણે પ્રતિપક્ષને પોતાનો શત્રુ માને છે. આ સંવેગાત્મક દૃષ્ટિકોણને બદલવા માટે સામંજસ્યની સાધના બહુ ઉપયોગી બને છે. પ્રતિપક્ષનો આદર તે અસ્તિત્વની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ પાસું છે.
દૃષ્ટિકોણને બદલવા માટે સામંજસ્યની અનુપ્રેક્ષા
વિરોધાત્મક ક૨વામાં આવે છે.
* સહ-અસ્તિત્વઃ
દાર્શનિક પક્ષ ઃ પ્રત્યેક વસ્તુમાં અનંત વિરોધી યુગલો છે. તે બધાં એક સાથે રહે છે.
વ્યવહાર પક્ષ : બે વિરોધી વિચારવાળા એકસાથે રહી શકે છે. ‘તમે પણ રહો અને અમે પણ રહીએ-’ આ સૂત્ર આપણા જગતનું સૌન્દર્ય છે. તેથી વિરોધીને ખતમ કરી નાંખવાની વાત ન વિચારો. હદ-સીમા નક્કી કરો. તમે તમારી હદમાં રહો, તે તેમની હદમાં રહે. સીમાને ઓળંગો નહીં, સીમાનું અતિક્રમણ ન કરો.
સાધનાપક્ષ : વિરોધ આપણી માનસિક કલ્પના છે. સહ-અસ્તિત્વમાં તે જ બાધક છે. જો આપણે ભય અને ઘૃણાના સંવેગનું શુદ્ધીકરણ- પરિષ્કાર કરીએ, તો સહ-અસ્તિત્વની મુશ્કેલી સમાપ્ત થઈ જાય છે. સંવેગ-પરિષ્કાર માટે સહ-અસ્તિત્વની અનુપ્રેક્ષા ઉપયોગી છે.
* સ્વતંત્રતા :
દાર્શનિક પક્ષ ઃ દરેક પદાર્થનું અસ્તિત્વ સ્વતંત્ર છે. કોઈ કોઈના અસ્તિત્વમાં હસ્તક્ષેપ નથી કરતું, તેથી તમામ પદાર્થ, પોતપોતાના મૌલિક ગુણોના કારણે પોતાની વિશિષ્ટતા જાળવી શક્યા છે.
વ્યવહાર પક્ષ : માનવીની સ્વતંત્રતા અથવા વ્યક્તિગત સ્વંતત્રતાનું મૂલ્યાંકન કર્યા વગર સમાજ સ્વસ્થ નથી રહેતો. સામાજિકતાના મહત્ત્વનો સ્વીકારવા છતાં વૈયક્તિક સ્વતંત્રતાના મૂલ્યને ઓછું ન અંકાય.
સાધના પક્ષ : એક વ્યક્તિ બીજી વ્યક્તિની સ્વતંત્રતામાં બાધક બને એવું કામ એ જ વ્યક્તિ કરી શકે છે, જે પોતાના વિચારોને સર્વોપરિ લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ I ૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org