________________
મધ્યતીવ્ર સંવેગવાળી વ્યક્તિ જાતિયતા અને સાંપ્રદાયિકતાના આધારે હિંસાને ભડકાવે છે.
અધિમાત્ર તીવ્ર સંવેગવાળી વ્યક્તિ લોકોને યુદ્ધોન્માદ તરફ દોરી જાય છે.
હિંસા અને એકાંગી દષ્ટિકોણ
સંવેગ જેટલો તીવ્ર હોય છે, એટલાં જ પ્રબળ બને છે મિથ્યા અભિનિવેશ, એકાંગી આગ્રહ. મિથ્યાભિનિવેશ અને એકાંગી આગ્રહ હિંસાનાં બે મુખ્ય બિન્દુઓ છે. હિંસાને માત્ર શસ્ત્રીકરણ અને યુદ્ધ સુધી જ મર્યાદિત રાખવા નથી માંગતા. પારિવારિક કલહ, માનવીય સંબંધોમાં કડવાશ, જાતિય સંઘર્ષ, સાંપ્રદાયિક સંઘર્ષ, પ્રાંતીય સંઘર્ષ અથવા તું, તુંહું, હું - ની મનોવૃત્તિ- આ બધાં હિંસાનાં પ્રારંભિક સ્વરૂપો છે. અને આ બધાં માનવ-જાતિને શસ્ત્રીકરણ અને યુદ્ધની દિશામાં લઈ જાય છે. નિઃશસ્ત્રીકરણ અને યુદ્ધવર્જના (યુદ્ધ નહી)ના સિદ્ધાંત બહુ સારા છે, પરંતુ સૌથી પહેલાં હિંસાનાં પ્રારંભ-બિન્દુઓ ઉપર, શરૂઆત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જરૂરી છે. મિથ્યાભિનિવેશ સમાજને ક્રૂરતાની હદે લઈ જાય છે, હિંસાનાં દ્વાર ખૂલી જાય છે. અભિનિવેશ ઓછો કરવા માટે અનેકાન્ત મહત્ત્વપૂર્ણ વિકલ્પ છે.
અનેકાંતનાં આધારસૂત્રોઃ
અનેકાંત અભિનિવેશ અને આગ્રહમાંથી મુક્ત થવાનો પ્રયોગ છે. એના મૂળભૂત સિદ્ધાંતો પાંચ છે :
(૧) સપ્રતિપક્ષ (૨) સહ-અસ્તિત્વ (૩) સ્વતંત્રતા (૪) સાપેક્ષતા (૫) સમન્વય * સપ્રતિપશ: દાર્શનિક પક્ષ: આ વિશ્વમાં તે જ અસ્તિત્વ છે, જેનો પ્રતિપક્ષ છે.
અસ્તિત્વ સપ્રતિપક્ષ છે- “યત્ સત્ તત્ સપ્રતિપક્ષ.” કોઈપણ અસ્તિત્વ એવું નથી, જેનો પ્રતિપક્ષ ન હોય.
વ્યાવહારિક પક્ષઃ પ્રતિપક્ષ આપણા અસ્તિત્વનું અનિવાર્ય અંગ છે, પૂરક છે, જરૂરી છે, તેથી એને શત્રુ ન માનો. એની સાથે મિત્રનો વ્યવહાર કરો. પરન્તુ રાજનૈતિક, આર્થિક, સામાજિક પ્રણાલીઓમાં
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org