SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મો પ્રતિ સમાનતાનો ભાવ કેવી રીતે ઉત્પન્ન થાય ? સમભાવનો અર્થ જો અલગ અલગ ધર્મોની વિભિન્ન ધારણાઓ પ્રત્યે પોતાનો દષ્ટિકોણ સમાન રાખવો તેમ હોય તો સમભાવને સ્થાને સર્વધર્મ-સહિષ્ણુતાનો પ્રયોગ અધિક સાર્થક બની શકે છે. આપણે આપણા વિચારોથી વિરુદ્ધ મતવાળાઓ પ્રત્યે અસહિષ્ણુ ન બનીએ, આ સામ્પ્રદાયિક ઉત્તેજનાને રોકવાનો બીજ મંત્ર છે. વૈચારિક અસહિષ્ણુતા જ સામ્પ્રદાયિક સંઘર્ષ ઉત્પન્ન કરે છે. તેથી સર્વધર્મ સહિષ્ણુતાનો પાઠ આપણા માટે વધારે શ્રેયસ્કર બની રહે છે. જૈનદર્શનમાં નિક્ષેપ પદ્ધતિનું ખૂબ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. એનો અર્થ એ છે કે, શબ્દપ્રયોગ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કરવામાં આવે. શબ્દનો તે પ્રયોગ ઇચ્છનીય છે, જે પ્રતિનિયત અને પ્રકાશિત કરે, તેમાં અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ માટે અવકાશ ન હોય, તે સંશય અને ભ્રમને જન્મ ન આપે. આપણી સફળતા અને નિષ્ફળતા શબ્દ અને અર્થની પરિક્રમા કરી રહેલ છે, તેથી જ શબ્દનો પ્રયોગ પ્રત્યે આપણી જાગૃતિ નિતાંત-નિઃસંદેહ સ્પૃહણીય છે- જરૂરી છે. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ | ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy